નવી દિલ્હી: દેશમાં મોબાઈલ યુઝર્સની સતત વધી રહેલી સંખ્યાઓના લીધે નેટવર્ક સબંધી સમસ્યાઓ પણ વધી રહી છે. જેના પગલે ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી( TRAI)એ ગ્રાહકો માટે MyCall એપનું નવું વર્ઝન લોન્ચ કર્યું છે. જેમાં યુઝર્સ સીધી રીતે ટ્રાઇને ફરિયાદ કરી શકશે. જેમાં ગ્રાહક કોલ ડ્રોપ અને નેટવર્ક સંબધી સમસ્યા નોંધાવી શકશે. તેમજ મોબાઈલ નેટવર્કને રેટિંગ પણ આપી શકશે.
ગ્રાહકોની ફરિયાદ સતત વધી રહી છે
હાલમાં ટ્રાઇને ફરિયાદ મળી હતી કે મોબાઇલ ગ્રાહકોને કોલ ડ્રોપ અને અવાજ તૂટવાની જેવી અસંખ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ આ અંગે મોબાઈલ કંપનીઓ યોગ્ય ધ્યાન નથી આપી રહી. તેમજ આ અંગે ગ્રાહકોની ફરિયાદ સતત વધી રહી છે. જેને દુર કરવા માટે હવે ટ્રાઇને આ એપનું નવું વર્ઝન લોન્ચ કર્યું છે.
નેટવર્ક સંબંધિત સમસ્યાઓનું ઝડપી નિરાકરણ શક્ય
આ એપનો હેતુ યુઝર્સ પાસેથી કોલ ગુણવત્તા અંગે સીધો પ્રતિસાદ એકત્રિત કરવાનો અને તેને સંબંધિત ટેલિકોમ કંપનીઓ સુધી પહોંચાડવાનો છે. જેનાથી નેટવર્ક સંબંધિત સમસ્યાઓનું ઝડપી નિરાકરણ શક્ય બનશે.
ફરિયાદો સીધી મોબાઈલ કંપનીઓને પહોંચાડાશે
આ એપના લોન્ચ દરમિયાન ટ્રાઇના ચેરમેન અનિલ કુમાર લાહોટીએ જણાવ્યું હતું કે આ પ્લેટફોર્મ ગ્રાહકોને તેમની કોલિંગ સંબંધિત ફરિયાદો સીધી મોબાઈલ કંપનીઓને પહોંચાડવા સક્ષમ બનશે.તેમજ નિર્ધારીત સમયમાં તેનો નિકાલ પણ કરવામાં આવશે.