Mon Sep 07 2026

Logo

ભારત માટે સારા સમાચાર, ઇરાને કહ્યું ભારતીય જહાજોનો સુરક્ષિત માર્ગ અમારી ગેરંટી

2026-04-13 21:44:16
Author: Chandrakant Kanoja
ભારત માટે સારા સમાચાર, ઇરાને કહ્યું ભારતીય જહાજોનો સુરક્ષિત માર્ગ અમારી ગેરંટી

નવી દિલ્હી : મિડલ ઈસ્ટમાં  હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે સતત વધી રહેલા વચ્ચે ભારત માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં ભારતમાં ઈરાની રાજદૂત મોહમ્મદ ફતાલીએ જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોનો સુરક્ષિત માર્ગ અમારી ગેરંટી છે. અમે કોઈ ટોલ વસૂલતા નથી. ભારત અમારો વિશ્વસનીય ભાગીદાર છે.

ઇરાને રાજદ્વારી જોડાણને પ્રાથમિકતા આપવામાં આવી

જ્યારે ઇરાને અમેરિકાની હોર્મુઝ સ્ટ્રેટ  પર નાકાબંધી કરવાની જાહેરાત અંગે ચેતવણી આપી હતી.  રાજદૂત ફતાલીએ જણાવ્યું હતું કે  ઈરાન અને ભારત  વચ્ચે મજબૂત સંબંધો છે. ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોના પસાર થવા માટે ખાસ વ્યવસ્થા કરી રહ્યું છે. ભારતીય જહાજો માટે સલામત માર્ગની જોગવાઈ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે ચર્ચા થઈ છે. ઈરાનના વિદેશ પ્રધાને ભારતને તે પાંચ મુખ્ય રાષ્ટ્રોમાંના એક તરીકે ઓળખાવ્યું છે જેની સાથે રાજદ્વારી જોડાણને પ્રાથમિકતા આપવામાં આવી છે.

ભારતીય જહાજો પર્શિયન ગલ્ફ માં ફસાયેલા

ભારતના  શિપિંગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 15 ભારતીય ધ્વજવાળા જહાજો પર્શિયન ગલ્ફ માં ફસાયેલા છે. આમાં એક LNG જહાજ, એક ખાલી LPG જહાજ, છ ક્રૂડ ઓઇલ ટેન્કર ,ત્રણ કન્ટેનર જહાજો, એક ડ્રેજર અને એક રાસાયણિક કાર્ગો જહાજનો સમાવેશ થાય છે. ભારતીય નૌકાદળ આ જહાજોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે.