Sat May 02 2026

Logo

મિડલ ઈસ્ટમાં જંગ વચ્ચે પણ સોનાના ભાવ સ્થિર, રોકાણકારોનું વલણ પણ બદલાયું

2026-03-14 22:19:00
Author: Mumbaisamachar Team
Article Image

નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી લડાઈને કારણે દુનિયાભરના દેશ પર ફ્યુલ સંકટ તોળાઈ રહ્યું છે. ક્રૂડ ઓઈલના ભાવ 100 ડૉલર સુધી પહોંચ્યા છે. આનાથી આવનારા દિવસોમાં મોંઘવારી વધવાના એંધાણ છે. આ બધા વચ્ચે ચોંકાવનારી વાત એ છે કે, આટલા મોટા સંકટ વચ્ચે સોનાના ભાવ સ્થિર છે. મજબૂત થઈ રહેલી ડૉલરની કિંમત અને ઊંચા વ્યાજદરને કારણે સોનાની કિંમત સ્થિર રહી છે. 

સોનામાં રોકાણ કરનારા વધ્યા
યુદ્ધ જ્યારથી શરૂ થયું એ સમયથી  રોકાણકારો વિદેશના કોઈ પોર્ટફોલિયો પર ઝડપથી વિશ્વાસ કરતા નથી. હવે રોકાણકારો સોનાને સૌથી સુરક્ષિત રોકાણ માની રહ્યા છે. સામાન્ય રીતે યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થાય ત્યારે સોનાના ભાવમાં નોંધપાત્ર ઉછાળો આવે છે. આ વખતે ઈરાન ઈઝરાયલ અને અમેરિકાના યુદ્ધમાં સોનની સ્થિતિ બિલકુલ ઊલટી છે. ચારેય બાદુ ક્રૂડની દોડ વચ્ચે પણ સોનાના ભાવ સ્થિર છે. કિંમતનો દાયરો પણ સિમિત રહ્યો છે. અમેરિકા અને ઈઝરાયલ છેલ્લા કેટલાય સમયથી ઈરાનને પરમાણુ હથિયાર બનાવવાથી રોકી રહ્યા હતા. આ અંગે ઈરાનના મહત્ત્વના સ્થળ અને લીડરશીપર બન્ને દેશે હુમલો કરી દીધો. પરિણામ એ આવ્યું કે, ક્રૂડ ઓઈલના ભાવમાં તોતિંગ વધારો થયો. સોનાને રોકાણ માટેનું સૌથી સુરક્ષિત ક્ષેત્ર માનવામાં આવે છે. છતા આ યુદ્ધમાં સોનાના ભાવમાં નજીવો ફેરફાર છે. 

ડૉલરની મજબૂતી
ઘણાય રોકાણકારોએ સોનામાં લાંબા ગાળાનું રોકાણ કર્યું છે અને એની અસર ડૉલર પર પડી છે. પરિણામે ડૉલર મજબૂત થતા એક અસર ઊભી થઈ છે. મોંઘવારી વધવાના ડરથી અનેક એવા દેશે પોતાની મહત્ત્વની બેંકમાં વ્યાજના ઊંચા દર જાળવી રાખ્યા છે. અર્થશાસ્ત્રનો સીધો નિયમ છે, જ્યારે વ્યાજદર ઊંચા થાય છે ત્યારે સોનાની ચમક ઘટે છે. ડૉલર મજબૂત થતા સોનાની કિંમતની રફ્તારમાં મોટી બ્રેક લાગી છે. જો આપણે આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો 28 ફેબ્રુઆરીથી 13 માર્ચ (લગભગ બે અઠવાડિયા) દરમિયાન સોનાના ભાવ 5,277 ડોલર પ્રતિ ઔંસના ઉચ્ચતમ સ્તરથી ઘટીને 5,054 ડોલર પ્રતિ ઔંસના નીચલા સ્તર સુધી પહોંચી ગયા હતા. 

હાલ સોનું લગભગ 5,165 ડોલર પ્રતિ ઔંસ આસપાસ રહ્યું છે. બીજી તરફ, દેશના બજારમાં MCX પર 27 ફેબ્રુઆરીએ 10 ગ્રામ દીઠ 1,69,880 રૂપિયા સુધી પહોંચેલું સોનું 13 માર્ચ સુધી ઘટીને લગભગ 1,58,400 રૂપિયાના સ્તર સુધી આવી ગયું છે.