નવી દિલ્હીઃ મધ્યપૂર્વના યુદ્ધના કારણે અત્યારે હોર્મુઝ દરિયાઈ માર્ગ બંધ છે, જેથી અનેક દેશોની આયાત-નિકાસ પર મોટી અસર થઈ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ દરિયાઈ માર્ગેથી દુનિયાના મોટા ભાગના તેલ જહાજો પસાર થાય છે. પરંતુ અત્યારે આ રસ્તો બંધ હોવાના કારણે તેલના ભાવમાં વધારો થયો છે.
અત્યારે તેલની કિંમતમાં 112 પ્રતિ બેરલ ડોલર થઈ ગયો છે. જેથી હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે.
ભાવ વધારો થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી
આવી સ્થિતિમાં અનેક વસ્તુઓ મોંઘી થઈ શકે છે. ખાસ કરીને ખાદ્ય વસ્તુઓમાં ભાવ વધારો થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણ કે, ખાદ્ય વસ્તુઓના ઉત્પાદન માટે જે ખાતરની વસ્તુઓની જરૂર પડે છે તે પણ હોર્મુઝ દરિયાઈ માર્ગેથી જ પસાર થાય છે.
ખાદ્ય વિસ્તુઓ સાથે મુસાફરી ખર્ચમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને હવાઈ યાત્રા મવધારે પ્રભાવિત થઈ રહી હોવાના કારણે ટિકિટના દરોમાં વધારો થશે તેવી આશંકા છે.
વિશ્વભરની સરકારોએ કોરોના જેવા નિર્દેશો આપ્યાં
અત્યારે સરકારી કહી રહી છે કે, ખોટી યાત્રાઓ ટાળો, જેવી રીતે કોરોનામાં સરકાર દ્વારા નિર્દેશો આપવામાં આવતા હતા કે, માત્ર જરૂરી કામ માટે જ બહાર નીકળવું તેવું કહેવામાં આવી રહ્યું છે. તેવી રીતે અત્યારે નિર્દેશો આપવામાં આવી રહ્યાં છે. જેથી લોકોને પ્રશ્ન થઈ રહ્યો છે કે, શું ફરી લોકડાઉન થવાનું છે?
Iran war's energy impact forces world to pay up, cut consumption https://t.co/gv3K47BoYi https://t.co/gv3K47BoYi
— Reuters (@Reuters) March 21, 2026
જાપાન પણ અત્યારે ઇંધણનું રેશનિંગ શરૂ કર્યું
મહત્વની વાત એ છે કે, ઘણા દેશો પહેલાથી જ તેલનું રેશનિંગ કરી રહ્યા છે. જાપાન પણ અત્યારે ઇંધણનું રેશનિંગ કરી રહ્યું છે.જ્યાં ઊર્જા વાઉચરનું વિતરણ કરવામાં આવી રહ્યાં છે. દક્ષિણ કોરિયામાં પણ રેશનિંગ ચાલી રહ્યું છે. બાંગ્લાદેશ, ફિલિપાઇન્સ અને શ્રીલંકામાં પણ પેટ્રોલ માટે લોકો લાઈનોમાં ઊભેલા જોવા મળી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયન સરકારે પણ પોતાના નાગરિકોને બિન-આવશ્યક મુસાફરી ટાળવા માટે નિર્દેશ આપ્યો છે.
ભારતની વાત કરવામાં આવે તો, આપણે 80% તેલ પુરવઠો હોર્મુઝ દરિયાઈ માર્ગ દ્વારા ભારતમાં લાવીએ છીએ. પાકિસ્તાનમાં તો છેલ્લા કેટલાય દિવસથી આર્થિક સંકટ જોવા મળી રહ્યું છે. ત્યાં લોકડાઉન જેવી સ્થિતિ જોવા મળી જ રહી છે. હવે તેલના વધતા ભાવમાં પાકિસ્તાનની સ્થિતિ વધારે ભયાનક બની છે.
Global oil markets are facing a historic supply disruption amid the war in the Middle East, pushing up prices for consumers.
— International Energy Agency (@IEA) March 20, 2026
Our new report sets out 10 immediate demand-side options to help governments, businesses & households ease the economic impacts → https://t.co/1XZIgeA2BG pic.twitter.com/vwcrjRUmvK
આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી સરકારોને શું નિર્દેશ આપ્યાં?
આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી દ્વારા સરકારોને કેટલાક નિર્દેશો આપવામાં આવ્યાં છે. 10 પોઈન્ટના એક ચાર્જ સાથે સરકારોને નિર્દેશો આપ્યાં છે. જેમાં ઘરેથી કામ કરવા, હવાઈ યાત્રા ઓછી કરવા, હાઈવે પર સ્પીડ લિમીટ નક્કી કરવા, ગેસ-ચુલાની જગ્યાએ ઈલેક્ટ્રેક સગડીનો ઉપયોગ શરૂ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે.
સરકારો આને ઊર્જા સુરક્ષા કહેશે, તેઓ તેને લોકડાઉન નહીં કહે, પરંતુ ચિંતાની વાત એ છે કે, નિર્દેશો સમાન આપવામાં આવી રહ્યાં છે. તેલ, ખાદ્ય વસ્તુઓ, ખેતી અને હવાઈ સેવા મોંઘી થવાના પણ એંધાર્ણ વર્તાઈ રહ્યાં છે.