વિઘ્નહર્તા દેવ ગણપતિ બાપ્પાને વિદાય આપતી વખતે દરેક ભક્ત અત્યંત ભાવુક હૃદયે પ્રાર્થના કરે છે કે "ગણપતિ બાપ્પા મોર્યા, પુઢચ્યા વર્ષી લવકર યા!" ભક્તોની આ વિનંતી બાપ્પાએ જાણે સ્વીકારી લીધી હોય તેમ આવતા વર્ષે એટલે કે વર્ષ 2027 માં ગણેશોત્સવ પૂરા 10 દિવસ વહેલો શરૂ થશે.પંચાંગકર્તા અને ખગોળ અભ્યાસુના જણાવ્યા અનુસાર, તિથિ અને હિન્દુ કેલેન્ડરની ગણતરી મુજબ આવતા વર્ષે ગણેશ ચતુર્થી 10 દિવસ વહેલી આવી રહી છે. વર્ષ 2027 ના ગણેશોત્સવ તેમજ ગૌરાઈ (ગૌરી પૂજન) ની સત્તાવાર તારીખો નીચે મુજબ છે:
વર્ષ 2027માં ક્યારે છે ગણેશ ચતુર્થી અને વિસર્જન?:
ગણેશ ચતુર્થી (બાપ્પાનું આગમન): આવતા વર્ષે ગણેશ ચતુર્થી શનિવાર, 4 સપ્ટેમ્બર 2027ના રોજ ઉજવાશે. ગણેશ સ્થાપના સાથે સમગ્ર દેશમાં 10 દિવસીય ગણેશોત્સવનો પ્રારંભ થશે.
અનંત ચતુર્દશી (ગણેશ વિસર્જન): 10 દિવસના ઉત્સવ બાદ અનંત ચતુર્દશી મંગળવાર, 14 સપ્ટેમ્બર 2027 ના રોજ આવશે, જે દિવસે બાપ્પાને જળમાં વિદાય આપવામાં આવશે.
ગૌરાઈ (મહાલક્ષ્મી) આગમન અને પૂજનની તારીખો 2027:
ગણેશોત્સવ દરમિયાન મહારાષ્ટ્ર સહિત દેશભરમાં ગૌરી પૂજનનું મોટું ધાર્મિક મહત્વ હોય છે. વર્ષ 2027માં ગૌરી પૂજનની તારીખો આ પ્રમાણે રહેશે:
* ગૌરી આવાહન (આગમન): 7 સપ્ટેમ્બર 2027 (મંગળવાર)
* જ્યેષ્ઠા ગૌરી પૂજન (મુખ્ય દિવસ): 8 સપ્ટેમ્બર 2027 (બુધવાર)
* ગૌરી વિસર્જન (નિર્ગમન): 9 સપ્ટેમ્બર 2027 (ગુરુવાર)

આગામી 11 વર્ષોમાં ક્યારે આવશે ગણેશ ચતુર્થી?:
પંચાંગની ગણતરી મુજબ ભવિષ્યના વર્ષોમાં ગણેશ ચતુર્થીની તારીખો નીચે મુજબ રહેશે:
* 2027:4 સપ્ટેમ્બર (શનિવાર)
* 2028: 23 ઓગસ્ટ (બુધવાર)
* 2029: 11 સપ્ટેમ્બર (મંગળવાર)
* 2030: 1 સપ્ટેમ્બર (રવિવાર)
* 2031: 20 સપ્ટેમ્બર (શનિવાર)
* 2032: 8 સપ્ટેમ્બર (બુધવાર)
* 2033: 28 ઓગસ્ટ (રવિવાર)
* 2034: 16 સપ્ટેમ્બર (શનિવાર)
* 2035: 5 સપ્ટેમ્બર (બુધવાર)
* 2036: 24 ઓગસ્ટ (રવિવાર)
* 2037: 12 સપ્ટેમ્બર (શનિવાર)