ગાંધીનગરઃ ગાંધીનગરમાં 17 વર્ષની કોલેજીયન છોકરી પર ગેસ્ટ હાઉસમાં રેપ થયો હતો. લોહીલુહાણ હાલતમાં તેને સારવાર અર્થે લઈ જવાઈ હતી. પરંતુ જીવ બચાવી શકાયો નહોતો.
જાણો શું છે સમગ્ર મામલો
ગાંધીનગર ખાતેની એક કોલેજમાં અભ્યાસ કરતી કલોલના ગ્રામ્ય વિસ્તારની 17 વર્ષની કોલેજીયન છોકરીને પેથાપુરનો પ્રેમી ગેસ્ટ હાઉસમાં લઇ ગયો હતો. જ્યાં રેપ કરવામાં આવતા સગીરાને અસહ્ય બ્લડિંગ થતાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ ઘટનાથી ભારે ચકચાર મચી ગઇ હતી. પેથાપુર પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી.
ગાંધીનગરની કોલેજમાં ભણતી 17 વર્ષની કોલેજીયન છોકરીને તેનો પ્રેમી સેક્ટર-16 ખાતેના એક ગેસ્ટહાઉસમાં લઈ ગયો હતો. જ્યાં યુવકે તેના પર રેપ કરતાં લોહીલુહાણ થઈ ગઈ હતી. જેથી કોલેજીયન છોકરીને ગંભીર હાલતમાં સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. રક્તસ્ત્રાવના અતિરેકના કારણે આંતરડાં અને કિડનીમાં ગંભીર ઇન્જેક્શન કેલાઈ ગયું હતું. ત્રણ દિવસ સુધી બેભાન હાલતમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ મલ્ટી ઓર્ગન ફેલ્યોર થતાં તેનું મૃત્યુ થયું હતું.
સમગ્ર ઘટનાક્રમ દરમિયાન આરોપીના પિતાએ સગીરાના પરિવારને જાણ કરી હતી કે, તમારી દીકરી હોસ્પિટલમાં છે. પરિવાર હોસ્પિટલ પહોંચ્યા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ છોકરી કોલેજથી છૂટ્યા બાદ અમદાવાદ તેના માસીના ઘરે જવાની હતી પરંતુ મોડી રાત સુધી દીકરી ના આવતા પરિવાર ચિંતામાં મૂકાયો હતો. ત્યારબાદ છોકરી હૉસ્પિટલમાં હોવાની જાણ થઈ હતી.