Tue Jun 30 2026

Logo

બોગસ મંજૂરી આદેશો બનાવી તેના પર કર્યા કલેક્ટરના હસ્તાક્ષર: નગરસેવકની ધરપકડ

2026-06-30 17:48:00
Author: Yogesh D. Patel
Article Image

ગઢચિરોલી: ગઢચિરોલી જિલ્લામાં વહીવટી મંજૂરીના બોગસ આદેશો બનાવીને તેના પર જિલ્લા કલેક્ટરના બોગસ હસ્તાક્ષર કરવા બદલ નગરસેવકની ધરપકડ કરવામાં આવી હતી.
જિલ્લા ખાણકામ અધિકારી ઇમરાન શેખે અગાઉ જણાવ્યું હતું કે અજાણી વ્યક્તિઓએ વહીવટી મંજૂરીના આદેશો રજૂ કરવા માટે જિલ્લા કલેક્ટરના બોગસ હસ્તાક્ષર કર્યા હતા તેમ જ મિનરલ ફાઉન્ડેશનના લેટરહેડનો દુરુપયોગ કર્યો હતો.

બનાવટી આદેશોમાં કથિત રીતે વિવિધ કાર્યો માટે વહીવટી મંજૂરી અને ભંડોળનું વિતરણ દર્શાવાયું હતું અને સંબંધિત દસ્તાવેજો ચોક્કસ વ્યક્તિઓ તથા અધિકારીને સર્ક્યુલેટ કરાયા હતા.
દરમિયાન આ અંગે ફરિયાદ કરવામાં આવ્યા બાદ પોલીસે તપાસને આધારે એફઆઇઆર દાખલ કરીને ચામોર્શી નગર પંચાયતના નગરસેવક તેમ જ ભાજપના ભૂતપૂર્વ કાર્યકર આશિષ પિપરેની છત્રપતિ સંભાજીનગરથી રવિવારે ધરપકડ કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર પિંપરે થોડા મહિના પહેલા સુધી ભાજપનો કાર્યકર હતો અને વધ એક છેતરપિંડીનો તેના પર આરોપ લાગ્યા બાદ તેને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. તેની પત્ની ગઢચિરોલીમાં ભાજપની નગરસેવિકા છે. પિંપરેને સોમવારે સ્થાનિક અદાલતમાં હાજર કરાયો હતો, જ્યાં તેને 4 જુલાઇ સુધીની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી. (પીટીઆઇ)