Sat Mar 14 2026

Logo

રમૂજી સવાલના મનમોજી જવાબ

2 weeks ago
Author: Mumbai Samachar Team
Article Image

દર્શન ભાવસાર

દરેક બજેટમાં શેના પર ટેક્સ લાગતો નથી?
* બજેટની ચર્ચા પર...

હીરોઈનના લગ્નની કંકોત્રી મળે તો?
* સોશ્યલ મીડિયા પર એની જાણ કરો તો ગિફટ અથવા ચાંલ્લો આપ્યા વગર પણ પબ્લિસિટી થાય...

વરરાજા પરણવા માટે કાર કે બગીના બદલે એમ્બ્યુલન્સમાં જાય તો?
* લગ્ન પહેલાં જ એ ‘માંદલો’ પતિ જાહેર થઈ જાય ...

પ્રેમની પરીક્ષા લેવાય તો?
* પેપર ફૂટે તો પ્રેમીઓની સંખ્યા વધી જાય...

પ્રેમિકાના પિતાને શું કહેવાય?
* સંભવિત સસરા....

ઘરના બારણે પૈસા મળે એને શું કહેવાય?
* દ્વારકેશ....

સચ કા સામના. તો જૂઠ કા?
* જમાના....

નવા જમાનામાં ગુપ્ત દાન એટલે?
* રાજકીય પક્ષને ચૂંટણી ફંડ ...

નેતા અને સંતનાં ખાનગી કરતૂતોની સીડી કેમ ફરતી હશે?
* લોકોને એના દર્શનમાં વધુ રસ પડે એટલે... 

ઢાંકણામાં પાણી લઈને કેવી રીતે ડૂબી મરાય?
* એક વાર તળાવમાં આનો અનુભવ લઈ આવો પછી સવિસ્તર દર્શાવીશ...

મિલન અને સંમેલનમાં ફરક શું?
* સંખ્યા અને સ્થળનો...

હવે સવારે કૂકડો કેમ બોલતો નથી?
* મોબાઈલ આવ્યો એટલે એને કાઢી મૂક્યો...

બીમાર ડોક્ટર કોની સારવાર લે?
* તાજામાજા ડોકટરની...