ભારતમાં હાઈડ્રોજન ઈંધણથી કોમર્શિયલ ટ્રેન ચાલવા લાગી છે. આ રેલ ટેક્નોલોજીના ક્ષેત્રમાં એક મોટી સિદ્ધિ માનવામાં આવે છે. હાઈડ્રોજનને ભવિષ્યનું સૌથી સારું ઈંધણ માનવામાં આવે છે. બીજી તરફ દેશમાં પેટ્રોલ, ડીઝલના વધતા ભાવ અને પેટ્રોલમાં ઈથેનોલ મિક્સ કરવા પર ચર્ચા ચાલી રહી છે. આવા સમયે સવાલ ઉઠી રહ્યા છે કે શું આવનારા વર્ષોમાં કાર પણ ગ્રીન હાઈડ્રોજનથી દોડશે. દુનિયા આ દિશામાં ક્યાં સુધી પહોંચી છે? શું આ ટેકનિક ઈલેક્ટ્રિક કારને પણ ચેલેન્જ આપી શકશે.
ટ્રેન બાદ હવે કારનો વારો:
ભારતનો ટાર્ગેટ 2070 સુધી નેટ ઝીરો ઉત્સર્જન પ્રાપ્ત કરવાનો છે. તેના માટે ઈલેક્ટ્રિક વાહનોની સાથે સાથે ગ્રીન હાઈડ્રોજન પર પણ ઝડપથી કામ થઈ રહ્યું છે. રેલવેએ હાઈડ્રોજન ટ્રેનની શરુઆત કરવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. હવે નજર રોડ પરિવહન પર છે. કેમ કે દેશમાં સૌથી વધારે પેટ્રોલ ડીઝલનો વપરાશ આ સેક્ટરમાં થાય છે. જો કાર પણ હાઈડ્રોજનથી ચાલવા લાગે તો પેટ્રોલ અને ડીઝલ પરની નિર્ભરતા ઘણા બધા અંશે ઓછી થઈ જશે. આ જ કારણ છે કે દુનિયાની કેટલીય ઓટો કંપનીઓ આ ટેકનિક પર સતત રોકાણ કરી રહી છે.
આખરે આ હાઈડ્રોજન કાર શું હોય છે?
હાઈડ્રોજન કાર પણ સામાન્ય પેટ્રોલ એન્જિનથી નથી ચાલતી. તેમાં ફ્યૂલ સેલ લાગેલું હોય છે. આ ફ્યૂલ સેલમાં હાઈડ્રોજન અને ઓક્સિજનની રાસાયણિક પ્રક્રિયાથી વીજળી બને છે. આ વીજળી મોટરને ચલાવે છે. આ આખી પ્રક્રિયામાં ધુમાડો નથી નીકળતો. કારના એક્ઝોસ્ટથી ખાલી પાણીની વરાળ નીકળે છે. એટલે કે કાર ચાલે છે, પણ પ્રદૂષણ લગભગ શૂન્ય રહે છે
હાલના દિવસોમાં ફ્રાન્સ અને મોરક્કોના સ્ટાર્ટઅપ NamX એ પોતાની હાઈડ્રોજન એસયૂવી કોન્સેપ્ટથી આખી દુનિયાનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. કંપનીનો દાવો છે કે આ કાર એક વારમાં લગભગ 932 માઈલ એટલે કે 1500 કિમી સુધી ચાલી શકે છે. તેનાથી વધારે રસપ્રદ વાત એ છે કે તેનું રિફ્યૂલિંગ સિસ્ટમ છે. કંપનીનું કહેવું છે કે તેમાં હાઈડ્રોજન ભરવા અથવા બદલવામાં ખાલી પાંચ સેકન્ડ લાગશે. જો આ દાવો વ્યાવસાયિક સ્તર પર સફળ સાબિત થશે તો લાંબા અંતરની મુસાફરી કરનારા લોકો માટે આ એક બહુ મોટી રાહત હશે
આ કારની સૌથી મોટી ખાસિયત શું છે:
supercarblondie.com વેબસાઈટ અનુસાર, અત્યાર સુધી હાઈડ્રોજન કારની સૌથી મોટી સમસ્યા એ રહી છે કે તેને ખાલી વિશેષ હાઈડ્રોજન સ્ટેશન પર જ ઈંધણ મળી શકે છે. દુનિયાના મોટા ભાગના દેશોમાં આવા સ્ટેશન ખૂબ જ ઓછા છે. NamXએ આ પડકારનું અલગ સમાધાન રજૂ કર્યું છે. તેની કારમાં એક સ્થાયી ટેન્ક સાથે નાના નાના હાઈડ્રોજન કેપ્સૂલ પણ લગાવી શકાય છે. જરૂર પડે તો તેને આસાનીથી બદલી શકાય છે. જો આ મોડલ સફળ થશે તો દરેક જગ્યાએ મોટા હાઈડ્રોજન સ્ટેશન બનાવવાની જરૂરિયાત ઘણા બધા અંશે ઓછી થઈ શકશે.
હાઈડ્રોજન કાર આજ સુધી સફળ કેમ નથી થઈ:
સવાલ એ છે કે, જો ટેકનિક એટલી સારી છે તો રોડ પર હાઈડ્રોજન કાર દેખાતી કેમ નથી. તેની પાછળ કેટલાય કારણો છે. સૌથી પહેલું કારણ ખર્ચ છે. ગ્રીન હાઈડ્રોજન બનાવવાનું હાલમાં મોંઘું પડે છે. ભારતમાં હાલમાં એક કિલો ગ્રીન હાઈડ્રોજન બનાવવામાં લગભગ 4.2 ડોલરથી 6.7 ડોલર પ્રતિ કિલો એટલે કે લગભગ 350થી 560 રૂપિયા સુધીનો ખર્ચો આવે છે. નીતિ આયોગનું કહેવું છે કે આગામી થોડા વર્ષોમાં આ ખર્ચાને ઘટાડીને અડધા સુધી લાવવાનો પ્લાન છે.
બીજું કારણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. પેટ્રોલ પંપ દરેક શહેરમાં છે. ચાર્જિંગ સ્ટેશન પણ ઝડપથી વધી રહ્યા છે, પણ હાઈડ્રોજન સ્ટેશન હજુ પણ ઓછા છે. ત્રીજું કારણ ફ્યૂલ સેલ ટેકનિકની કિંમત છે. તેમાં પ્લેટિનમ જેવા મોંઘા ધાતુનો ઉપયોગ થાય છે. જેનાથી વાહનનો ખર્ચો વધી જાય છે. આ જ કારણ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં મોટા ભાગની કંપનીઓએ ઈલેક્ટ્રિક વાહનો પર વધારે ધ્યાન આપ્યું છે.
ઈલેક્ટ્રિક કાર વિરુદ્ધ હાઈડ્રોજન કાર:
ઈલેક્ટ્રિક કારની સૌથી મોટી ચેલેન્જ ચાર્જિંગનો સમય છે. ફાસ્ટ ચાર્જિંગ છતાં ઘણી વાર 20 થી 40 મિનિટ લાગી જાય છે. સામાન્ય ચાર્જિંગમાં ઘણા કલાકો લાગી શકે છે. હાઈડ્રોજન કારમાં આ સમસ્યા નથી આવતી. તેમાં ઈંધણ ભરવામાં લગભગ એટલો જ સમય લાગે છે, જેટલો પેટ્રોલ અથવા ડીઝલ ભરવામાં લાગી છે. બીજી તરફ ઈલેક્ટ્રિક કારના ચાર્જિંગ નેટવર્ક ઝડપથી બની રહ્યા છે. બેટરીની કિંમત પણ સતત ઘટી રહી છે. જ્યારે હાઈડ્રોજન આ મામલામાં શરુઆતી પડાવમાં છે. એટલે કે બંનેની ટેકનિકની પોતપોતાની તાકાત અને નબળાઈ છે.
ભારત માટે કેટલી ઉપયોગી છે ટેકનિક:
ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો તેલ આયાતક છે. દર વર્ષે અબજો ડોલરનું ક્રૂડ ઓયલ વિદેશમાંથી ખરીદવામાં આવે છે. જો ભવિષ્યમાં ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન મોટા પાયા પર થવા લાગે તો આયાત પર નિર્ભરતા ઓછી થઈ શકે છે. તેનાથી ઊર્જા સુરક્ષા પણ મજબૂત થશે અને પ્રદૂષણ પણ ઘટશે. સરકારે પહેલા જ નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશન શરુ કરી ચુકી છે. તેનો ઉદ્દેશ્ય ભારતને ગ્રીન હાઈડ્રોજનનો મોટો ઉત્પાદક અને નિર્યાતક બનાવવાનો છે.