નવી દિલ્હીઃ સાંસદ પપ્પુ યાદવે શુક્રવારે સંસદની બહાર સાધુના વેશમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. રામ મંદિરનાં કથિત રીતે થયેલ દાનની ચોરી મામલે તેમણે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરંતુ હવે આ પ્રદર્શન પપ્પુ યાદવની મુશ્કેલી વધારી શકે છે. સાધુના વેશમાં પ્રદર્શન કર્યું ત્યારે વિપક્ષના અન્ય સાંસદો પણ સામેલ થયાં હતાં. આ સમગ્ર મામલે હવે પપ્પુ યાદવ સામે એફઆઈઆર નોંધાઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સાધુના વેશમાં પ્રદર્શન કર્યું હોવાથી ધાર્મિક લાગણી દૂભાઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો પ્રમાણે સૂર્ય મૈથિલે જહાંગીરપુરી પોલીસ સ્ટેશનમાં પપ્પુ યાદવ સામે ફરિયાદ નોંધાવી છે. પપ્પુ યાદવે વિરોધ પ્રદર્શન કરીને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ પ્રદર્શનમાં પપ્પુ યાદવને વિપક્ષી ગઠબંધનના અનેક નેતાઓએ સાથ આપ્યો હોવાનો ફરિયાદીએ આક્ષેપ લગાવ્યો છે.
પપ્પુ યાદવ સામે જહાંગીરપુરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
ફરિયાદીએ કહ્યું કે, ‘પપ્પુ યાદવે જે રીતે ભાગવાનું અપમાન કર્યું અને સંસદની બહાર જે ડ્રામા કર્યો તેને રાહુલ ગાંધી, ડિંપલ યાદવ, અવધેશ કુમાર અને INDI ગઠબંધનના અનેક સાંસદોએ સમર્થન આપ્યું હતું. આમાં પપ્પુ યાદવ ભગવાન રામ લલ્લાની તસવીર તેમના પગ નીચે રાખી હતી, જેના કારણે સનાતનીઓની ભાવનીઓને ઠેસ પહોંચી છે’. આ મામલે સત્વરે કાર્યવાહી કરવામાં આવે તેવી ફરિયાદીએ માંગણી કરી છે.
#WATCH | Delhi: A complaint has been filed against Purnia MLA Pappu Yadav regarding the protest-demonstration in Parliament.
— ANI (@ANI) August 1, 2026
Petitioner Surya Maithil said, "...The way Pappu Yadav insulted the saffron today and the drama he staged outside Parliament was supported by Rahul… pic.twitter.com/e2HEBvXuPQ
સામે સત્વરે કાયદાકીય કાર્યવાહી કરવા માટે માંગ
ફરિયાદી સૂર્ય મૈથિલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, દિલ્હી પોલીસ કમિશનર, ડીસીપી નોર્થ, ડીસીપી નોર્થ વેસ્ટ, એસીબી જહાંગીરપુરી અને એસએચઓ જહાંગીરપુરીને અપીલ કરી છે કે, ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા માટે આ આ લોકો સામે સત્વરે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે! હવે આ મામલે કેવી કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહેશે. કારણે આ મામલે સાધુ સંતોમાં પણ નારાજગી જોવા મળી હતી.