નવી દિલ્હીઃ જુલાઈ મહિનો શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ વર્ષનો જુલાઈ મહિનો ઘણા બધા ફેરફાર સાથે આવી રહ્યો છે. કેટલાક નિયમોમાં ફેરફાર થઈ રહ્યા છે. બજેટને લઈને કેટલાક ફેરફાર થઈ રહ્યા છે તેની અસર દરેકના ઘર પર ડાયરેક્ટ થવાની છે. શરૂઆત LPG સિલિન્ડરના ભાવમાં ફેરફારથી થવાની છે. આ સાથે ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા કેટલાક નિયમો પણ બદલી રહ્યા છે. આ સિવાય કારના શોખીન લોકો માટે કાર મોંઘી થવાની છે.

સિલિન્ડરના ભાવમાં ફેરફાર
દર મહિનાની પહેલી તારીખે દેશના લોકોની નજર તેલ કંપનીઓ દ્વારા LPG સિલિન્ડરના ભાવમાં થનારા રીસર્ચ પર ટકી હોય છે. આ પાછળનું કારણ એ છે કે, આ મુદ્દો સીધો જ દરેક વ્યક્તિના ઘરના રસોડાને સ્પર્શે છે. અમેરિકા ઈરાન યુદ્ધ વખતે મિડલ ઈસ્ટમાં તણાવગ્રસ્ત માહોલ જોવા મળ્યો હતો.આ કારણે LPGના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.

1 જુનના રોજ કમર્શિયલ LPG સિલિન્ડરમાં ₹53.50 મોંઘો થયો હતો.આ પછી 19 કિલો LPG સિલિન્ડરનો ભાવ ₹3110.50 સુધી પહોંચી ગયો હતો. જ્યારે 5 કિલો LPG ગેસ સિલિન્ડરનો ભાવ વધ્યો હતો. આ કારણે સમગ્ર રેસ્ટોરાં અને ફૂડ ઈન્ડસ્ટ્રીમાં સિસ્કારા બોલી ગયા હતા. 14 કિલોના ગેસ સિલિન્ડરની કિંમત પછી સ્થિર રહી હતી. જુલાઈ મહિનાની પહેલી તારીખે બીજો મોટો ફેરફાર એ થઈ રહ્યો છે કે, એર ટ્રાવેલ કરનારા પ્રવાસીઓને સ્પર્શે છે. તેલ કંપનીઓ માત્ર ગેસના ભાવ પર જ રીસર્ચ કરતી નથી. એર ટર્બાઈન ફ્યૂઅલના ભાવમાં પણ ફેરફાર કરે છે.
એર ટિકિટ સસ્તી થવાના એંધાણ
જેની સીધી અસર હવાઈ યાત્રા કરનારાઓ પર થાય છે. આ ફ્યૂઅલના ભાવમાં જ્યારે વધારો થાય છે ત્યારે ટિકિટના ભાવ વધે છે. હવે ઑપરેશન ખર્ચ ઘટે તો થોડી રાહત મળે એમ છે. HDFCનું ક્રેડિટ કાર્ડ યુઝ કરતા હોવ તો 1 જુલાઈથી મોટું પરિવર્તન આવી રહ્યું છે. ગોલ્ડ ક્રેડિટ કાર્ડ યુઝર્સને ડૉમેસ્ટિક એરપોર્ટ પર લાઉસ સર્વિસ ફ્રી મળવા જઈ રહી છે.
આ સર્વિસ ચાલુ રાખવા માટે ત્રિમાસિક ખર્ચ માટે નવી મર્યાદા પૂરી કરવાની રહેશે. રીસર્ચ અનુસાર આ ક્રેડિટ કાર્ડ ધરાવતા યુઝર્સને પછીના ત્રિમાસિક ગાળામાં ફ્રી સર્વિસનો લાભ લેવા માટે ઓછામાં ઓછા 60 હજાર રૂપિયા ખર્ચવા પડશે. આ સિવાય આધારકાર્ડ યુઝર્સને રાહત થવાની છે. રેગ્યુલેટરીની મદદથી જાહેર થયેલા એક નોટિફિકેશન અનુસાર આધારકાર્ડ પર ઈ મેઈલ આઈડી અપડેટ નહીં હોય તો 1 જુલાઈથી આ કામ ફ્રીમાં થઈ જશે. આધારમાં ઈ મેઈલ અપડેટ કરવા માટે ડીસેમ્બર સુધી ફ્રી સર્વિસ આપી રહી છે. એ પછી 75 રૂપિયા ચાર્જ થશે.
ડીલર્સ તરફથી વાત ન મળી
આ સિવાય ઘણી કાર કંપનીઓ કારના ભાવમાં વધારો કરવાના મૂડમાં છે. કિયા મોટર્સ સહિત કેટલીક ઓટોમોબાઈલ કંપનીઓના કારમાં વધારો થવાનો છે. કિયાએ પોતાની તમામ કારમાં 2 ટકાનો વધારો કર્યો છે. આ પછી ટાટા મોટર્સ પણ ઈવીના કેટલાક મોડલમાં ભાવ વધારાના મૂડમાં છે. આમાં દોઢથી બે ટકાનો વધારો થાય એવી પૂરી શક્યતાઓ છે. જોકે ડીલર્સ તરફથી કોઈ સત્તાવાર વાત કરવામાં આવી નથી. જુદા જુદા રાજ્યોમાં કારના ભાવ જુદા જુદા હોય છે. એવામાં જે તે ડીલર્સ કોઈ ઓફર્સ આપે છે તો ગ્રાહકોને ફાયદો થશે.
