તહેરાનઃ ઈરાનના કટ્ટરપંથી ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ 100 લડવૈયાઓને માર્યા હોવાનો દાવો કર્યો છે. મુજાહિદ્દીન એ ખલ્ક(MEK)એ ઈરાનમાં સરકાર વિરોધી સૌથી મોટો જૂથ છે, જે અત્યારે ઈસ્લામિક રિપબ્લિક ઈરાનની સરકારો વિરોધમાં છે. અલી ખામેનીની આર્મી આઈઆરજીસી અને મુજાહિદ્દીન-એ-ખલ્કના જવાનોની વચ્ચે ભીષણ જંગ એ વખતે થયું, જ્યારે શિયા-માર્ક્સવાદી ગ્રુપે સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીને તહેરાન હેડ ક્વાર્ટરની નજીક મોટા ઓપરેશનનો પ્રયાસ કર્યો હતો.
પીડિતના નામ હ્યુમન રાઈટ્સને અપાશે
ઈરાનની સરકારી મીડિયા એજન્સી તસ્નીમ ન્યૂઝ એજન્સી અને હિઝબુલ્લાહ સંબંધિત મીડિયાના અહેવાલ અનુસાર આ હિંસક ઘર્ષણમાં વધારે લોકો માર્યા ગયા છે. ગ્રુપે જણાવ્યું છે કે સોમવાર રાત સુધીમાં 150થી વધુ લોકો બીજા એમઈકે વિદ્રોહી સુરક્ષિત રીતે પોતાના બેઝ પર પરત પર્યા હતા. જોકે, ગ્રુપે કહ્યું છે કે અમુક લોકો માર્યા ગયા છે તેમ જ ઘાયલ લડવૈયાઓના નામ ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ ઓર્ગેનાઈઝેશનને આપવામાં આવશે.
ખામેની અને દીકરાનું ઘર અને હેડ ક્વાર્ટર
આઈઆરજીસી અને મુજાહિદ્દીન એ ખલ્કની વચ્ચે જે લડાઈ મોતાહારી કોમ્પ્લેક્સ નજીક થઈ છે. ઈરાનના મોતાહારી કોમ્પ્લેક્સ તહેરાન સ્થિત એક સુરક્ષિત સરકારી વિસ્તાર છે, જે સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનીનું હેડક્વાર્ટરનું સેન્ટર છે. આ કોમ્પ્લેક્સ ખામેનીના હેડ ક્વાર્ટર, ગાર્ડિયન કાઉન્સિલ, નિષ્ણાતોની એસેમ્બલી, ઈન્ટેલિજન્સ મિનિસ્ટર ઓફિસ, જ્યુડિશિયલ સેન્ટ્રલ ઓફિસ, સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ અને ખામેનીના દીકરા મોજતબાનું ઓફિસ અને ઘર પણ છે.
વૈશ્વિક ઈન્ટેલિજન્સ એજન્સીનો ઓપન સપોર્ટ
સ્થાનિક મીડિયાએ આ અથડામણને ઈરાનમાં MEK દ્વારા કરવામાં આવેલ અત્યાર સુધીનું સૌથી જોખમી ઓપરેશન ગણાવ્યું છે. ગ્રુપે દાવો કર્યો છે કે ઓપરેશનમાં ડાયરેક્ટ ઈન્ટરનેશનલ ઈન્ટેલિજન્સ એજન્સીનો સપોર્ટ હતો. આ પ્લાનમાં એમઈકેના મોતાહારી કોમ્પ્લેક્સમાં ઘૂસણખોરી કરવામાં આવી હતી, પરંતુ પ્રાથમિક તબક્કે એ હુમલાને નિષ્ફળ બનાવ્યો છે. મીડિયાના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ટ્રમ્પ બીજા દેશોના ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરે છે. અહીં એ જણાવી દઈએ કે પહલવી રાજવંશના છેલ્લા વર્ષો દરમિયાન MEKને આતંકવાદી જૂથ જાહેર કર્યું હતું. અલી ખામેનીની સરકાર તેને આતંકવાદી જૂથ માને છે.