Tue Oct 06 2026

Logo

48 કલાક બાદ બદલાશે આ ચાર રાશિઓનું ભાગ્ય! ધન રાશિમાં ચંદ્રનું ગોચર કરાવશે બમ્પર ધનલાભ, જુઓ તમારી રાશિ પણ છે ને?

2026-05-29 17:10:31
Author: Darshana Visaria
48 કલાક બાદ બદલાશે આ ચાર રાશિઓનું ભાગ્ય! ધન રાશિમાં ચંદ્રનું ગોચર કરાવશે બમ્પર ધનલાભ, જુઓ તમારી રાશિ પણ છે ને?

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહો અને નક્ષત્રોનું રાશિ પરિવર્તન માનવ જીવન પર ઊંડી અસર કરે છે. આ ક્રમમાં આગામી પહેલી જૂન, 2026ના રોજ ચંદ્ર ધન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે, જેને કારણે કેટલીક રાશિના જાતકોના જીવનમાં મોટા અને સકારાત્મક બદલાવ આવી શકે છે. આ રાશિ પરિવર્તન ખાસ કરીને ચાર રાશિના લોકો માટે ભાગ્યોદય કરનારું અને લાભના દ્વાર ખોલનારું સાબિત થશે.

જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રને મન અને માતાના કારક ગ્રહ માનવામાં આવે છે. દરેક ગ્રહની સરખામણીએ ચંદ્ર સૌથી વધુ ઝડપથી ગોચર કરે છે. ચંદ્ર કોઈ પણ એક રાશિમાં માત્ર અઢી દિવસ સુધી જ રહે છે, જેને કારણે તેનો પ્રભાવ ખૂબ જ તીવ્ર અને પ્રભાવશાળી હોય છે.

પહેલી જૂન, 2026ના રોજ સાંજે 07.08 વાગ્યે ચંદ્ર ધન રાશિમાં ગોચર કરશે અને આ રાશિમાં ચાર જૂન, 2026ની સવારે 07.41 વાગ્યા સુધી ભ્રમણ કરશે. જૂન મહિનાની શરૂઆતમાં જ ચંદ્રનું ગુરુ બૃહસ્પતિની સ્વામીત્વ ધરાવતી ધન રાશિમાં ગોચર કરવું કેટલીક રાશિના જાતકો માટે લાભદાયી રહેશે. ચાલો જોઈએ કઈ છે આ ચાર ભાગ્યશાળી રાશિઓ કે જેમને ચંદ્રનું આ ગોચર મોટો આર્થિક અને વ્યાપારિક લાભ કરાવી શકે છે...

સિંહઃ
સિંહ રાશિના જાતકો માટે ચંદ્રનું આ ગોચર સકારાત્મક બદલાવ લઈને આવશે. વ્યાપાર સાથે જોડાયેલા લોકોને મોટો ધનલાભ થવાની સંભાવના છે. નોકરીયાત વર્ગ માટે પ્રમોશનના નવા માર્ગો ખુલશે અને કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે. પ્રેમ જીવનની વાત કરીએ તો સંબંધો વધુ ગાઢ બનશે અને સિંગલ જાતકોના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિનો પ્રવેશ થશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. 

તુલાઃ
ધન રાશિમાં ચંદ્રનો પ્રવેશ તુલા રાશિના જાતકો માટે અત્યંત શુભ રહેશે. પારિવારિક જીવનમાં ખુશીઓનો માહોલ રહેશે અને કોઈ મોટા સારા સમાચાર મળી શકે છે, જેનાથી માનસિક શાંતિનો અનુભવ થશે. જો તમે કોઈ નવો બિઝનેસ કે સ્ટાર્ટઅપ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમય સર્વોત્તમ છે. આ સિવાય જમીન કે મકાનની ખરીદીમાં પણ સફળતા મળશે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે.

ધનઃ
ધન રાશિના જાતકો માટે ચંદ્રનું ગોચર વિશેષ લાભ કરાવી રહ્યું છે. આ રાશિના જાતકો માટે લાભના અનેક નવા માર્ગો ખુલશે. આવકના સ્ત્રોતમાં વધારો થશે અને ભૂતકાળમાં કરેલા રોકાણમાંથી મોટું રિટર્ન મળી શકે છે. બેરોજગાર લોકોને નવી નોકરી મળવાના યોગ છે. પારિવારિક વાતાવરણ સકારાત્મક રહેશે, મોટા ભાઈ-બહેનોનો સંપૂર્ણ સહકાર મળશે અને લાંબા સમયથી ચાલી આવતી ચિંતાઓ દૂર થશે.

કુંભઃ
કુંભ રાશિના જાતકો માટે આ ગોચર મોટો આર્થિક ફાયદો કરાવી શકે છે. નાણાકીય તંગી અને ખર્ચાઓને લઈને ચાલી રહેલી ચિંતાઓનો અંત આવશે, જેનાથી મન પ્રસન્ન રહેશે. કમાણી વધારવાની નવી તકો મળશે. જીવનસાથી સાથેના સંબંધો મધુર બનશે અને તમે પરિવારની તમામ જરૂરિયાતો પૂરી કરવામાં સફળ રહેશો. ઘરના સભ્યો વચ્ચે પ્રેમ અને પરસ્પર લગાવ વધશે.