Tue Jul 28 2026

Logo

હીરો પર ભારે પડી રહ્યા છે વિલન

2026-03-27 10:30:00
Author: Manoj
Article Image

 

ટૂંકું ને ટચ - મનોજ પ્રકાશ

અમરીશ પુરી

બોલિવૂડમાં વિલનને હંમેશાં નફરતની નજરે જોવામાં આવે છે. એ ભલે ગમે એટલાં ફેમસ હોય, પરંતુ સમાજ તેમને પસંદ નથી કરતો. બોલિવૂડમાં અનેક નેગેટિવ રોલ કરવાવાળા એક્ટર્સ છે, જેમણે પોતાના પર્ફોર્મન્સથી પાત્રમાં પ્રાણ પૂર્યાં છે. ફિલ્મોમાં દર્શકો એ જોવામાં તલ્લીન બની જાય છે કે હવે શું થવાનું છે. પરદા પર તે આવે એટલે દર્શકો તેમના માટે અપશબ્દો જ બોલે છે. 

બોલિવૂડની ફિલ્મોના વિલનના કેટલાંક ફેમસ ડાયલોગ્સ છે, જે આજે પણ લોકોને યાદ છે. એનાં પર એક નજર...

-પ્રેમ નામ હૈ મેરા- પ્રેમ ચોપડા

-અરે, ઓ સાંભા કિતને આદમી થે? અમજદ ખાન

-સારા શહર મુજે લૉયન કે નામ સે જાનતા હૈ- અજિત

ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જેટલા પણ વિલન થયા છે, એમાં સૌથી હિટ તો ‘શોલે’નો ગબ્બર જ થયો છે. આ ફિલ્મમાં અમજદ ખાનના ડાયલોગ્સ અને તેનું પાત્ર ખૂબ લોકપ્રિય બન્યું છે. 

સંજીવ કુમારથી માંડીને કબીર બેદી, શાહરુખ ખાન, અક્ષયકુમાર, આમિર ખાન, સૈફ અલી ખાન, સંજય દત્ત, વિવેક ઑબેરૉય, રિતેશ દેશમુખ અને રણવીર સિંહ જેવાં કલાકારો પણ વિલનનો રોલ કરી ચુક્યાં છે. જોકે તેમને ગબ્બર જેવી લોકપ્રિયતા તો નથી મળી. આજે પણ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેટલાક વિલનના રોલ હજી પણ ભૂલી નથી શકાયા. ક્યારેક ટીવી પર એકાદ ફિલ્મ જોઈને એ અમુક પાત્રો યાદ આવી જાય છે. 

1980માં આવેલી ‘શાન’ની વાત કરીએ તો એમાં શાકાલનો રોલ ભજવનાર કુલભૂષણ ખરબંદાના ડાયલોગ્સ પણ ફેમસ થયા હતા. એમનો ડાયલોગ્સ હતો. ‘આદમી દુનિયા મેં હર કામ કભી ન કભી પહેલીબાર કરતા હૈ.’ એની પણ ચર્ચા એ સમયે ઘણી થઈ હતી. 

અમરીશ પુરીએ પણ વિલન તરીકે ખાસ્સી લોકપ્રિયતા મેળવી છે. ‘મિસ્ટર ઇન્ડિયા’ અને ‘લોહા’માં ખૂનખાર રોલને કારણે તેમણે લોકોને સીટ પર જકડી રાખ્યા હતા. બન્ને ફિલ્મો વચ્ચે એક દાયકાનું અંતર હતું. ‘મિસ્ટર ઇન્ડિયા’ 1987માં અને ‘લોહા’ 1997માં રિલીઝ થઈ હતી.  ‘મિસ્ટર ઇન્ડિયા’માં ‘મોગૈમ્બો ખુશ હુઆ’ અને ‘લોહા’માં ‘વો જો ભી હો, ઉન્હે હમારે બીચ પેશ કરો.’ અમરીશ પુરીના આ બન્ને ડાયલોગ્સ ખૂબ ફેસમ થયા હતા. ‘મોગૈમ્બો ખુશ હુઆ’ આજે પણ લોકોને યાદ છે. 

એમાં કોઈ બેમત નથી કે ખલનાયકોને જેટલી ગાળો અને બદદુઆ મળી છે એટલી તો કોઈને નથી મળી. હીરોની જેમ જ વિલન પણ પોપ્યુલર થયા છે. ફરક માત્ર એટલો જ છે કે તેમને નેગેટિવ પોપ્યુલારિટી મળી છે.