Sun Sep 06 2026

Logo

રાહુલ દ્રવિડ બન્યા ક્રિકેટ ટીમના માલિક! આ T20 લીગમાં ખરીદી ફ્રેન્ચાઈઝી

Dublin   2026-05-12 14:48:00
Author: Savan Zalariya
રાહુલ દ્રવિડ બન્યા ક્રિકેટ ટીમના માલિક! આ T20 લીગમાં ખરીદી ફ્રેન્ચાઈઝી

ડબલિન: ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને હેડ કોચ રાહુલ દ્રવિડ હવે એક ક્રિકેટ લીગની ટીમના માલિક બન્યા છે. રાહુલ દ્રવિડને યુરોપિયન T20 પ્રીમિયર લીગ(ETPL)ની ડબલિન ગાર્ડિયન્સ ફ્રેન્ચાઈઝીના માલિક જાહેર કરવામાં આવ્યા છે. 

ETPL ના એક કાર્યક્રમમાં ટુર્નામેન્ટમાં ભાગ લેનારી છ ફ્રેન્ચાઇઝીના માલિકોએ એ હાજરી આપી હતી. ETPLમાં ડબલિન ઉપરાનત બેલફાસ્ટ, એડિનબર્ગ, ગ્લાસગો, રોટરડેમ અને એમ્સ્ટરડેમની ટીમો ભાગ લઇ રહી છે. આ કાર્યક્રમમાં ગ્લાસગો ફ્રેન્ચાઇઝના વિપુલ અગ્રવાલ, રોટરડેમ ફ્રેન્ચાઇઝના જોન્ટી રોડ્સ અને મધુકર શ્રી, આ સાથે  ETPLના સહ-સ્થાપક અભિષેક બચ્ચન, સૌરવ બેનર્જી, પ્રિયંકા કૌલ અને ધીરજ મલ્હોત્રાએ પણ હાજર રહ્યા હતાં.

રાહુલ દ્રવિડે ટીમ કેમ ખરીદી:
એક નિવેદનમાં રાહુલ દ્રવિડે જણાવ્યું કે ETPLનો વિસ્તૃત દ્રષ્ટિકોણ, યુરોપના ગ્રામીણ વિસ્તારમાં ક્રિકેટના વિકાસને મજબૂત બનાવા અને આયર્લેન્ડ અને યુરોપમાં ઉભરતી પ્રતિભાને તક આપવાના હેતુને કારણે તેમણે રસ દાખવ્યો છે.  
ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર આર. અશ્વિનને ડબલિન ગાર્ડિયન્સ ટીમના કેપ્ટન જાહેર કરવામાં આવ્યા છે. રાહુલ દ્રવિડે કહ્યું, "ડબ્લિનમાં પહેલેથી જ ક્રિકેટ પ્રત્યે ઉત્સાહી લોકો છે અને ક્રિકેટના વિકાસ માટે મોટી સંભાવનાઓ છે. આગામી પેઢીને પોષવી એ હંમેશા મહત્વપૂર્ણ રહ્યું છે, અને મારું માનવું છે કે ETPL તે સફરમાં અર્થપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે." 

આ લીગમાં મિશેલ માર્શ, ટિમ ડેવિડ, મિશેલ સેન્ટનર, લિયામ લિવિંગસ્ટોન, ગ્લેન મેક્સવેલ, ફાફ ડુ પ્લેસિસ, હેનરિક ક્લાસેન સહિતના ઇન્ટરનેશનલ સ્ટાર્સ ખેલાડીઓ ભાગ લેશે.

ETPLનાં લોન્ચ પ્રસંગે યુરોપિયન ક્રિકેટના વરિષ્ઠ આગેવાનો હાજર રહ્યા હતા. ક્રિકેટ આયર્લેન્ડના અધ્યક્ષ બ્રાયન મેકનીસ; ક્રિકેટ આયર્લેન્ડના સીઈઓ સારાહ કીન; ક્રિકેટ નેધરલેન્ડ્સના હાઇ પર્ફોર્મન્સ ડિરેક્ટર રોલેન્ડ લેફેબ્વ્રે; અને ક્રિકેટ સ્કોટલેન્ડના સીઈઓ ટ્રુડી લિન્ડબ્લેડઓ આ પ્રસંગે હાજર રહ્યા હતાં.

ETPL ક્રિકેટ આયર્લેન્ડ, ક્રિકેટ સ્કોટલેન્ડ અને રોયલ ડચ ક્રિકેટ એસોસિએશન સાથે ભાગીદારીથી શરૂ કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટમ  ડબલિન, બેલફાસ્ટ, એડિનબર્ગ, ગ્લાસગો, રોટરડેમ અને એમ્સ્ટરડેમ જેવી અલગ અલગ દેશોની ફ્રેન્ચાઈઝીઓ હશે.