Sun Jun 28 2026

Logo

ફ્રાન્સમાં હીટવેવનો હાહાકાર: તાપમાન 40 ડિગ્રીને પાર, ગરમીથી 1,000થી વધુ લોકોના મોત

Paris   2026-06-28 15:35:04
Author: Vimal Prajapati
Article Image

પેરિસઃ અલ નીનોને કારણે ભારત સહિત દુનિયાભરના દેશો પરેશાન છે, ત્યારે યુરોપમાં ખાસ ફ્રાન્સમાંથી ચોંકાવનારા સમાચાર જાણવા મળ્યા છે. રેકોર્ડ બ્રેક ગરમીના અહેવાલ વચ્ચે દેશમાં લગભગ 1,000થી વધુ લોકોના મૃત્યુ થયા છે. હીટવેવને કારણે અનેક દિવસોથી પશ્ચિમ યુરોપના લોકો મોટી મુશ્કેલીમાં મૂકાયા છે.

યુરોપના દેશમાં અત્યારે ગરમી ખૂબ જ વધી રહી છે. ગ્લોબલ વોર્મિગના કારણે ત્યારે ગરમીનો પારો સામાન્ય કરતા ઘણો વધારે ઉપર પહોંચી ગયો છે. સોશિયલ મીડિયામાં અનેક એવા વીડિયો વાયરલ થઈ રહ્યાં છે, જેમાં લોકો પરેશાન દેખાઈ રહ્યાં છે. ફ્રાન્સમાં પણ સ્થિતિ વધારે ગંભીર બની ગઈ છે. ફ્રાન્સના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી વિગતો પ્રમાણે ગરમીની લહેરના કારણે 1000થી પણ વધારે લોકોના મોત થયાં છે. યુરોપમાં અત્યારે હીટવેવના કારણે અનેક દેશોના લોકો હેરાન પરેશાન થઈ ગયાં છે. 

ફ્રાન્સના અનેક વિસ્તારમાં ગરમીનું રેડ એલર્ટ

ફ્રાન્સના જાહેર આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે 24 જૂન પછી નોંધાયેલા લોકોની સંખ્યા લગભગ 1,000 પાર કરી ગઈ છે. અહીંના વિસ્તારોમાં ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું ત્યા લોકો વધારે પ્રભાવિત થયાં છે. જે લોકોના મોત થયાં છે, જેમાં સૌથી વધુ એટલે કે 85 ટકા લોકો 65 વર્ષથી વધુ ઉંમરના હતા તેવું જાહેર આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ સાથે સૌથી વધારે લોકોના મોત તો ઘરમાં જ થયાં છે તેવું પણ જાણવા મળ્યું છે. 

અનેક વિસ્તારોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર

વધારે વિગતે વાત કરવામાં આવે તો ઇલે-દ-ફ્રાન્સ પ્રદેશમાં, જેમાં પેરિસ અને તેની આસપાસના વિસ્તારો આવેલા ઘરોમાં લોકોના વધારે મોત થયાં છે. જો કે, સ્વાસ્થ્ય વિભાગનું કહેવું છે કે, આ આંકડો ઓછો પણ હોઈ શકે છે. કારણ કે, આ પ્રાથમિક તપાસમાં સામે આવેલો આંકડો છે. અનેક વિસ્તારોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી પણ વધુ પહોંચી ગઈ છે. જોકે, ગત દિવસો કરતા આજે રવિવારે લોકોને ગરમીથી થોડી રાહત મળી હોવાનું પણ જાણવા મળ્યું છે. સૌથી ચોંકાવનારી વાત છે કે એકલા ફ્રાન્સમાં જ નહીં, સમગ્ર યુરોપમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે, જ્યારે અગાઉ સોશિયલ મીડિયા પર પણ લોકોએ એસી અને પંખા લેવા માટે અમુક દુકાનોમાં દોડાદોડ કરી હતી, જેના વીડિયો વાયરલ થયા પછી લોકોએ કૌતુક વ્યક્ત કર્યું હતું.