Tue Sep 08 2026

Logo

અનિલ અગ્રવાલના વેદાંતા ગ્રુપ પર ઇડીના દરોડા, ફેમાના ભંગનો આરોપ

2026-06-02 15:36:21
Author: Chandrakant Kanoja
અનિલ અગ્રવાલના વેદાંતા ગ્રુપ પર ઇડીના દરોડા, ફેમાના ભંગનો આરોપ

નવી દિલ્હી: દેશના અગ્રણી ઉદ્યોગપતિ અને વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલના અનેક સ્થળો પર ઇડીએ દરોડા પાડવામાં આવ્યા હતા. ઇડીએ ફેમાના(ફોરેન એકસચેન્જ મેનેજમેન્ટ એક્ટ) નિયમોના ભંગ બદલ આ દરોડા પાડયા હતા. આ અંગે ઇડીના અધિકારીઓએ માહિતી આપી હતી કે તપાસના ભાગરૂપે દિલ્હી અને મુંબઈમાં વેદાંતા ગ્રુપ સાથે જોડાયેલા બે સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. 

આ કાર્યવાહી સોમવારે શરૂ કરવામાં આવી 

આ અંગે અધિકારીઓએ  જણાવ્યું કે, જે દરોડા હવે પૂર્ણ થયા છે તે ગ્રુપ કંપનીઓ દ્વારા તેમની પેરેન્ટ કંપનીને કરવામાં આવેલા કથિત બ્રાન્ડ ફી ચુકવણી સાથે સંબંધિત છે. જેમાં કથિત વ્યવહારો સંબંધિત દસ્તાવેજો અને રેકોર્ડ જપ્ત કર્યા છે. જેની ફેમા જોગવાઈઓ હેઠળ તપાસ કરવામાં આવી રહી છે. ઇડીની ટીમોએ દિલ્હી અને મુંબઈમાં એક-એક સ્થળે શોધખોળ હાથ ધરી હતી. આ કાર્યવાહી સોમવારે શરૂ થઈ કરવામાં આવી છે. 

નાણાકીય રેકોર્ડ અને કરારોની સમીક્ષા

જેમાં ઇડીના અધિકારીઓ આ ચુકવણીઓ સંબંધિત નાણાકીય રેકોર્ડ અને કરારોની સમીક્ષા કરી રહ્યા છે. એજન્સી  બ્રાન્ડના  ઉપયોગ માટે કરવામાં આવેલી ચુકવણીઓ અને આ વ્યવહારો વિદેશી વિનિમય નિયમોનું પાલન કરે છે કે કેમ તેની તપાસ કરી રહ્યા છે. 

વેદાંતા ગ્રુપ કાર્યવાહીમાં સહકાર આપી રહી છે 

વેદાંતા ગ્રુપના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, અમે અધિકારીઓને સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ અને વિનંતી કરાયેલી બધી માહિતી પૂરી પાડી રહ્યા છીએ. કંપની લાગુ પડતા તમામ કાયદા અને નિયમોનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે.