Sun Aug 23 2026

Logo

લેહ-લદ્દાખમાં વહેલી સવારે ધરા ધ્રૂજી, 5.5ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકો ભયભીત

2026-08-13 14:45:00
Author: Vimal Prajapati
Article Image

લેહઃ વિશ્વભરના અનેક વિસ્તારોમાં 2026માં અનેક ભૂકંપ આવ્યાં છે. આમાંથી કેટલાક તો મહાવિનાશકારી ભૂકંપ હતા. અત્યારે લદ્દાખના લેહ શહેરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. લેહમાં વહેલી સવારે ભૂકંપના આંચકા આવતા ધરતી કાંપી ઉઠી હતી. આ ભૂકંપના આંચકા એટલે તેજ હતા કે, લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. લોકો જીવ બચાવવા માટે ઘરની બહાર દોડી આવ્યાં હતાં. જો કે, જાનહાનિના કોઈ સમાચાર પ્રકાશમાં આવ્યાં નથી. 

રિક્ટર સ્કેલ પર 5.5ની તીવ્રતા નોંધાઈ

વધારે વિગતે વાત કરવામાં આવે તો, ભૂકંપના ભયની લોકો ઘરમાંથી બહાર ખુલ્લા મેદાનમાં આવી ગયાં હતાં. તીવ્રતાની વાત કરવામાં આવે તો, આ ભૂકંપની રિક્ટર સ્કેલ પર 5.5ની તીવ્રતા નોંધાઈ હતી. જો કે, તીવ્રતા ઓછી હોવાના કારણે જાનમાને કોઈ નુકસાન થયું નથી. પરંતુ વહેલી સવારે આમ ધરતી ધ્રૂજવા લાગે તો સ્વભાવિક છે કે, લોકો ભયભીત તો થઈ જ જવાના છે. અત્યારે પણ લોકોમાં ભય અને ચિંતાનો માહોલ છવાયો છે. 

આજે સવારે 06:05 વાગ્યો આવ્યો ભૂકંપ

રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણવ્યાં પ્રમાણે આ ભૂકંપ આજે સવારે 06:05 વાગ્યો આવ્યો હતો. લોકો જ્યારે ઘોર નિંદ્રામાં હતા ત્યારે અચાનક ભૂકંપના કારણે ધરતી ધ્રૂજવા લાગી હતી. આ સાથે ભૂકંનું કેન્દ્ર ધરતીની નીચે 10 કિમી ઊંડે નોંધાયું છે. આ સાથે તંત્ર દ્વારા લોકોને શાંત રહેવા અને કોઈ અફવાથી દૂર રહેવા માટે પણ જણાવ્યું છે 

 

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લેહમાં ભૂકંપ અંગેની જાણકારી આપતી પોસ્ટ કરી છે. રિપોર્ટ અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 36.881° ઉત્તર અક્ષાંશ અને 74.402° પૂર્વ રેખાંશ પર સ્થિત હતું. તમને જણાવી દઈએ કે, 4.5 કે તેથી વધુ તીવ્રતાના ભૂકંપને હળવાશથી ન લઈ શકાય. આવા ભૂકંપમાં ઘરો અને ઇમારતોને નુકસાન પહોંચાડવાની ક્ષમતા હોય છે. પરંતુ લેહમાં કોઈ નુકસાનના સમાચાર પ્રાપ્ત થયાં નથી.