Thu Jun 11 2026

Logo

દૂરદર્શનનો એ સુપરહિટ શો જેનું શૂટિંગ આખું ટ્રેનમાં થયું હતું: જાણો શ્યામ બેનેગલની 'યાત્રા' વિશે

2026-03-27 21:30:43
Author: Mumbai Samachar Team
Article Image

Doordarshan


મુંબઈઃ આજે અઢળક ટીવી ચેનલો અને ઓટીટીના જમાનામાં દૂરદર્શન જોનારા દર્શકો ખૂબ ઓછા થઇ ગયા છે, પરંતુ ભૂતકાળમાં દૂરદર્શને પણ ભારતના ઇતિહાસમાં કેટલાક શ્રેષ્ઠ ટીવી શોનું નિર્માણ કર્યું છે, જેનું રેટિંગ પણ ખુબ સારું હતું. 'રામાયણ' અને 'મહાભારત'ના યુગ દરમિયાન અન્ય ઘણા ટીવી શો રજૂ થયા હતા, જેમાં એવી વાર્તાઓ હતી જે લોકોએ ખુબ પસંદ કરી હતી. એટલું જ નહીં, દરેક વાર્તામાં એક સામાજિક સંદેશ પણ હતો. તે યુગ હળવા મનોરંજક શોથી ભરેલો હતો, જે મનોરંજન માટેનું એકમાત્ર સાધન હતું.

અમે તમને આવા જ એક શો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને IMDb પર 7.3 નું પ્રભાવશાળી રેટિંગ મળ્યું છે. આ શોમાં એવા બોલિવૂડ કલાકારો હતા જેમને આજે દિગ્ગ્જ માનવામાં આવે છે. આ સિરિયલની સૌથી ખાસ વાત એ હતી કે તેનું આખું શૂટિંગ ટ્રેનમાં કરવામાં આવ્યું હતું, કારણ કે તેની વાર્તા મુસાફરી પર આધારિત હતી.

Shyam Benegal's classic series 'Yatra'

અમે જે શો વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ 'યાત્રા' છે. 1986માં રિલીઝ થયેલી આ સિરિયલના ફક્ત 15 એપિસોડ હતા. શોની ટૂંકી વાર્તા રસપ્રદ હતી અને તેને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. આ શોના સર્જક મહાન ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલ હતા. શ્યામે આ મીની ટીવી શ્રેણીનું દિગ્દર્શન પણ કર્યું હતું. 

આ શોનું શૂટિંગ હિમસાગર એક્સપ્રેસ અને ત્રિપુરા એક્સપ્રેસમાં કરવામાં આવ્યું હતું. આ તે જમાનાની સૌથી લાબું અંતર કાપતી ટ્રેનો હતી. હિમસાગર ટ્રેન કન્યાકુમારીથી કટરા સુધી દોડે છે.

ચાલો આ ટીવી શ્રેણીના કલાકારો પર એક નજર કરીએ, જે ખરેખર ઉત્કૃષ્ટ કલાકારો હતા. આ શોમાં ઓમ પુરી, નીના ગુપ્તા, રઘુબીર યાદવ, ઇલા અરુણ, રાજેન્દ્ર ગુપ્તા, મોહન ગોખલે અને હિમાની શિવપુરી જેવા પ્રભાવશાળી કલાકારો હતા. આ બધા સ્ટાર્સે પોતાના અભિનય દ્વારા બોલિવૂડમાં મોટી સફળતા મેળવી છે, અને આજે લોકો તેમને અભિનયના બાદશાહ તરીકે જુએ છે. આ નામોને હવે કોઈ પરિચયની જરૂર નથી.

દિગ્દર્શક શ્યામ બેનેગલ તેમના આર્ટ સિનેમા માટે જાણીતા છે.  ટીવી શ્રેણી "યાત્રા" માં આ સ્પષ્ટપણે પ્રતિબિંબિત થઈ હતી. કદાચ આજે  આ ટીવી શો  જાણીતો ન હોય, તે સમયે તે ખૂબ જ લોકપ્રિય શો હતો. તે હવે YouTube અને Wave OTT પર જોવા મળી શકે છે.