સાન ફ્રાન્સિસ્કોઃ ગ્લોબલ પંજાબી સુપરસ્ટાર દિલજીત દોસાંજના અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત સાન ફ્રાન્સિસ્કોના ચેસ સેન્ટર (Chase Center) ખાતે યોજાયેલા તાજેતરના લાઈવ કોન્સર્ટમાં ભારે હંગામો સર્જાયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સિંગરના ચાલુ પરફોર્મન્સ દરમિયાન એક ખાલિસ્તાની પ્રદર્શનકારી કથિત રીતે સુરક્ષા ઘેરો તોડીને હાથમાં ખાલિસ્તાનનો ઝંડો લઈને સીધો સ્ટેજ પર ધસી આવ્યો હતો, જેના કારણે થોડીવાર માટે આખો શો રોકવો પડ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
પ્રદર્શનકારી ખાલિસ્તાનનો ઝંડો લઈને સ્ટેજ પર આવ્યો
આ ઘટના દિલજીતના 'ઓરા વર્લ્ડ ટૂર 2026' (Aura World Tour 2026) હેઠળ વીકેન્ડ દરમિયાન યોજાયેલા શોમાં બની હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે દિલજીત સ્ટેજ પર પોતાના સુપરહિટ ગીતો પર ડાન્સ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક એક વ્યક્તિ સુરક્ષાકર્મીઓની નજર ચૂકવીને ખાલિસ્તાની ધ્વજ સાથે તેમની બિલકુલ નજીક પહોંચી ગયો હતો.
#SanFrancisco દિલજીતના શો એક પ્રદર્શનકારી ખાલિસ્તાની ધ્વજ સાથે સ્ટેજ પર ચઢી ગયો, પોલીસે કરી ધરપકડ
— MG Vimal ✍️ - વિમલ પ્રજાપતિ (@mgvimal_12) June 22, 2026
pic.twitter.com/mlIbeL3hNK
અજાણ્યા વ્યક્તિને ઝંડા સાથે નાચતો જોઈને દિલજીત એક ક્ષણ માટે ચોંકી ગયો હતો અને નાચવાનું બંધ કરીને તેનાથી દૂર હટી ગયો હતો. જોકે, સ્ટેજની આસપાસ તૈનાત સિક્યોરિટી ગાર્ડ્સે પણ સમય સૂચકતા વાપરીને તરત જ તે વ્યક્તિને પકડી લીધો હતો અને સ્ટેજ પરથી બહાર ખેંચી ગયા હતા. સ્થાનિક પોલીસ અધિકારીઓએ બાદમાં તે વ્યક્તિને કસ્ટડીમાં લઈ વેન્યુની બહાર ધરપકડ કરી લેવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
આવું વારંવાર થયું હોવાના કારણે સિંગરે પોતાની પ્રતિક્રિયા આપતા ઈન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી #DiljitDosanjh #Concert https://t.co/0R7v3j9o0r pic.twitter.com/lQtYcXFMNq
— MG Vimal ✍️ - વિમલ પ્રજાપતિ (@mgvimal_12) June 22, 2026
દિલજીતે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શું લખ્યું?
આવું વારંવાર થયું હોવાના કારણે સિંગરે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. આ મામલે પ્રતિક્રિયા આતા દિલજીતે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા પંજાબી ભાષામાં એક સણસણતો જવાબ આપ્યો છે. ઈન્સ્ટાગ્રામમાં સ્ટોરી મુકીને લખ્યું કે, બહાર ઊભા રહીને વિરોધ પ્રદર્શન કરવું એ કોઈ પણ કરી શકે છે, તેમાં કોઈ વાંધો નથી. પરંતુ જો તમે અંદર આવીને મારા પ્રશંસકોને હેરાન કરવાનો કે ડરાવવાનો પ્રયાસ કરશો, તો તે બિલકુલ બરદાસ્ત કરવામાં આવશે નહીં.
વધુમાં લખ્યું કે, ‘જો બેનર સાથે બહાર ઊભા રહીને મારા ફેન્સને ગાળો આપશો અને પછી અંદર આવીને પણ એ જ હરકત કરો છો, તો તે ચલાવી લેવાશે નહીં’. દિલજીતે એક સ્પષ્ટતા પણ કરી છે, જેમાં કહ્યું કે, ‘મેં ક્યારેય કોઈ બેનરની વિરુદ્ધ કંઈ નથી કહ્યું, તેથી ખોટી અફવાઓ ન ફેલાવો. હું લાંબા સમયથી આ મુદ્દા પર બોલવાનું ટાળી રહ્યો હતો, પરંતુ હવે નહીં’.