Mon Sep 07 2026

Logo

શું એઆઈની ભૂલથી ઇરાનની કન્યા શાળામાં મારી ગઈ 160 છોકરીઓ ? તપાસમાં બહાર આવશે સત્ય...

2026-03-06 22:16:55
Author: Chandrakant Kanoja
શું એઆઈની ભૂલથી ઇરાનની કન્યા શાળામાં મારી ગઈ 160 છોકરીઓ ? તપાસમાં બહાર આવશે સત્ય...

Reuters


નવી દિલ્હી: અમેરિકા અને  ઇઝરાયેલ દ્વારા 28 ફેબ્રુઆરીના રોજ  દક્ષિણ ઈરાનના મીનાબ શહેરમાં કન્યા શાળા પર હુમલાથી સમગ્ર દુનિયા સ્તબ્ધ છે. આ હુમલામાં 160 થી વધુ છોકરીઓના મોત થયા હતા. ત્યારે  હવે આ હુમલા બાદ એક નવી થિયરી પ્રકાશમાં આવી છે. આ હુમલો ચાલુ કલાસ  દરમિયાન થયો હતો.  જેમાં 7 થી 12 વર્ષની વયની વિદ્યાર્થિનીઓ  હતી. ત્યારે શાળાને નિશાન બનાવવા પાછળ એઆઈની ભૂલ હોવાનો તર્ક પ્રકાશમાં આવ્યો છે.  

એઆઈની શરતચૂકથી ખોટા સ્થળે હુમલો થયો 

આ સમગ્ર ઘટનાના પ્રકાશમાં આવેલી વિગતો મુજબ અમેરિકા દ્વારા આ હુમલાની તપાસ કરવામાં આવી રહી છે. જેમાં જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કન્યા શાળા પર હુમલો કેવી રીતે થયો. તેમાં અનેક સવાલો ઉભા થયા છે. જેમાં આ હુમલો જાણી જોઈને કરવામાં આવ્યો હતો કે એઆઈની શરતચૂકથી ખોટા સ્થળે હુમલો થયો છે. 

આઈઆરજીએસનો એક સમયે બેઝ હતો 

આ અંગે અમેરિકાની તપાસમાં જાણવા મળ્યું છે કે એક સમયે આ શાળાના સ્થાને ઈરાનના સૈન્ય રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)નો બેઝ હતો. તેમજ આ હુમલા શાળાની નજીક આવેલા લશ્કરી કંપાઉન્ડને ટાર્ગેટ બનાવીને કરવામાં આવ્યો હતો. તેમજ યુધ્ધમાં મોટા પાયે એઆઈનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 

ઇઝરાયલે ઈરાન પર મોટા પાયે હવાઈ હુમલો કર્યો

આ ઉપરાંત અહેવાલો અનુસાર  જે શાળાને ટાર્ગેટ  બનાવવામાં આવી હતી તે શજારેહ તૈયબેહ ગર્લ્સ સ્કૂલ હતી. આ હુમલો એ જ દિવસે થયો હતો જ્યારે અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર મોટા પાયે હવાઈ હુમલો કર્યો હતો. ઈરાનનો દાવો છે કે આ હુમલામાં 168  થી વધુ લોકો માર્યા ગયા હતા. જેમાં મોટાભાગે સ્કૂલની છોકરીઓ હતી.

આ બાબતની તપાસ ચાલુ 

જયારે અમેરિકન  અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ ઇરાદાપૂર્વક શાળાઓને નિશાન બનાવતા નથી અને આ બાબતની તપાસ ચાલી રહી છે. તેમજ યુદ્ધમાં એઆઈનો ઉપયોગ અને એઆઈ દ્વારા ડેટાના આધારે ટાર્ગેટ લોક કરવામાં આવ્યો હતો.જેના લીધે સ્કુલ પર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે,  મીનાબમાં શું બન્યું તેની સત્યતા તપાસ પછી જ બહાર આવશે. પરંતુ એ સ્પષ્ટ છે કે આધુનિક યુદ્ધ હવે ફક્ત સૈનિકો અને શસ્ત્રો વિશે નથી. તેમાં અલ્ગોરિધમ્સ, ડેટા અને મશીન લર્નિંગનો પણ સમાવેશ થાય છે.