Tue Jul 21 2026

Logo

શું ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? CJPના પ્રદર્શન વચ્ચે ગૃહમંત્રી અમિત શાહને મળવા પહોંચ્યા શિક્ષણ મંત્રી

2026-07-20 14:41:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ કોકરોચ જનતા પાર્ટી પેપર લીક મામલે સતત કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહી હતી. CJPએ સોમવાર (20 જુલાઇ) ના રોજ સંસદ માર્ચ કરી હતી. તેમના સંસદ માર્ચ દરમ્યાન ભારે બબાલ થઇ. બબાલ વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ધર્મેન્દ્ર પ્રધાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવા પહોંચ્યા છે. આ બન્નેની મુલાકાત કયા મુદ્દે થશે તે હજુ સ્પષ્ટ નથી થયું.

પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુક પેપરલીક મામલે ભૂખ હડતાળ પર હતા. તેમણે પણ સોમવારે હડતાળ પૂરી કરવાની જાહેરાત કરી દીધી. હવે ધર્મેન્દ્ર પ્રધાન પોતાના પદ પરથી રાજીનામું આપશે કે નહીં, તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. મહત્વની વાત એ પણ છે કે CJPના પ્રદર્શનકારીઓ સંસદ ભવનની ખૂબ નજીક પહોંચી ગયા હતા. આ દરમિયાન પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ પણ છોડ્યા.

ભીડ કંટ્રોલ કરવા માટે પોલીસે કર્યો લાઠીચાર્જ 

સંસદ માર્ચમાં સામેલ થવા માટે જંતર-મંતર જવાનો પ્રયાસ કરી રહેલા અનેક પ્રદર્શનકારીઓએ શાસ્ત્રી ભવન પાસે બેરિકેડ્સ તોડવાનો પ્રયત્ન કર્યો, ત્યાર બાદ સુરક્ષા દળોએ પ્રદર્શનકારીઓને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા. આ સાથે જ કેટલીક જગ્યાએ લાઠીચાર્જ પણ થયો. બીજી તરફ, સાવચેતીના ભાગરૂપે જનપથ, પટેલ ચોક, રાજીવ ચોક, કેન્દ્રીય સચિવાલય અને સેવા તીર્થ મેટ્રો સ્ટેશનો પર પ્રવેશ બંધ કરી દેવાતા અને ગેટ્સ લોક કરી દેવાતા અનેક મુસાફરો મેટ્રો સ્ટેશનોની અંદર જ ફસાઈ ગયા હતા.

અભિજીત દીપકેએ ઉપવાસ પૂરા કર્યા

અભિજીત દીપકે અને વાંગચુક સતત ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા હતા. આ દરમિયાન અભિજીતે સોમવારે પોતાના ઉપવાસ પૂરા કર્યા. તેમની સાથે અન્ય ઘણા યુવાનો પણ ભૂખ હડતાળ પર હતા.