Tue Jul 21 2026

Logo

દિલ્હીમાં સંસદનું ચોમાસુ સત્ર શરૂ; ટ્રાફિક જામથી બચવા પોલીસની એડવાઇઝરી જાહેર, આ રૂટ્સ પર જવાનું ટાળો!

2026-07-20 10:33:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ આજે સંસદમાં ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે, તેવામાં દિલ્હીમાં ટ્રાફિક જામ ના થાય તે માટે ટ્રાફિટ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. દિલ્હી ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે સંસદ સત્ર દરમિયાન રફિ માર્ગ, મોતીલાક નહેરૂ માર્ગ, મૌલાના આઝાદ માર્ગ, કે કામરાજ માર્ગ, રાયસીના રોડ, રાજેન્દ્ર પ્રસાદ રોડ, પાર્લિયામેન્ટ સ્ટ્રીટ, અશોકા રોડ, તાલકટોરા રોડ, પંડિત પંત માર્ગ અને રકાબગંજ ગુરૂદ્વારા રોડ પર ટ્રાફિક વધારે રહેશે. જેથી આ માર્ગોનો ઉપયોગ ખૂબ જ જરૂરી હોય તો જ કરવા માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. 

દિલ્હીમાં આ માર્ગો પર રહેશે ભારે ટ્રાફિક

આ સાથે સાથે દિલ્હીમાં વિજય ચોક, બોટ ક્લબ, રેલ ભવન રાઉન્ડઅબાઉટ, સુનહરી મસ્જિદ રાઉન્ડઅબાઉટ, પટેલ ચોક રાઉન્ડઅબાઉટ, બૂટા સિંહ રાઉન્ડઅબાઉટ, પ્રાઈમ ચોક રાઉન્ડઅબાઉટ, જીઆરજી રાઉન્ડઅબાઉટ અને જલેબી ચોક સર્કરે પણ ટ્રાફિક રહેશે તેવું જાણવા મળ્યું છે. આ વિસ્તારોમાંથી સુરક્ષા ટીમ, વીઆઈપી કાફલાની અવર જવર રહેશે. જેથી દિલ્હી ટ્રાફિક પોલીસ દ્વારા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા માટે સલાહ આપવામાં આવી છે. 

આ માર્ગોનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી

દિલ્હી ટ્રાફિક પોલીસને કહ્યા પ્રમાણે જો શક્ય હોય તો, મુસાફરો જનપથ, માનસિંહ રોડ, અકબર રોડ, તીન મૂર્તિ માર્ગ, શાંતિ પથ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ રોડ, કેમલ અતાતુર્ક માર્ગ, પંચશીલ માર્ગ, વિનય માર્ગ, કનોટ પ્લેસના આઉટર રાઉન્ડઅબાઉટ, બાબા ખારકસિંહ માર્ગ, આરએમએલ રાઉન્ડઅબાઉટ, મધર ટેરેસા ક્રેસન્ટ રોડ, ૧૧ મૂર્તિ અને સરદાર પટેલ માર્ગનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે. 

કોઈ પણ સમયે ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર થઈ શકે છે

દિલ્હીમાં ચોમાસુ સત્રને ધ્યાને રાખતા કોઈ પણ સમયે ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવી શકે છે. જો જરૂર પડશે તો કેટલાક માર્ગો બંધ કરવામાં આવશે અથવા તો ડાયવર્ઝન આપવામાં આવશે. જેથી દરેક લોકોને પોલીસ કર્મચારીઓ દ્વારા આપવામાં આવતા નિર્દેશોનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે. ટ્રાફિક જામ વધારે ના થાય તે માટે નિયમોનું પાલન કરવું વધારે જરૂરી છે. જેથી ઘરેથી નીકળતા પહેલા પોલીસની ડાઈડલાઈન જોઈ લેવા માટે અપીલ કરવામાં આવી છે. 

 

આજે સીજેપી દ્વારા જંતર મંતરથી માર્ચનું એલાન કરવામાં આવ્યું છે, જેને લઈને પણ દિલ્હી પોલીસ એલર્ટ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જે લોકો નવી દિલ્હી, સેન્ટ્રલ દિલ્હી કે પછી સંસદ ભવનના આસપાસના વિસ્તારમાં રહે છે અથવા કામ કરે છે તેમને ઘરેથી નીકળતા પહેલા ટ્રાફિકની સ્થિતિને તપાસી લેવા માટે દિલ્હી પોલીસે સલાહ આપી છે. જો સંભવ હોય તો, પ્રાઈવેટ સાધનની જગ્યાએ દિલ્હી મેટ્રોનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે. 

 

વધુમાં, જનતાને સલાહ આપવામાં આવે છે કે, તેઓ ટ્રાફિક માહિતી, રૂટ ડાયવર્ઝન અથવા સહાય સંબંધિત અપડેટ્સ માટે દિલ્હી ટ્રાફિક પોલીસની વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તપાસતા રહેવા માટે અપીલ કરવામાં આવી છે. લોકો ટ્રાફિક હેલ્પલાઇનનો 1095 અથવા 011-25844444 પર સંપર્ક કરી શકે છે, અથવા 8750871493 પર WhatsApp દ્વારા સંપર્ક કરી શકે છે.