નવી દિલ્હીઃ દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના માહોલમાં દિલ્હી પોલીસે પહેલી અને મહત્ત્વની પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં દિલ્હી પોલીસે એક અગત્યની સ્પષ્ટતા કરી છે. દિલ્હી પોલીસે સ્પષ્ટ કર્યું કે, સોશિયલ મીડિયા પર ગેરમાર્ગે દોરે એવા વિડિયો પોસ્ટ થઈ રહ્યા છે.
દરેક પોસ્ટ સોશિયલ મીડિયા પર સાચી જ હોય અને તેની માહિતી સાચી જ હોય એ જરૂરી નથી. દિલ્હી DCP રાજબીર સિંહે ચોંકાવનારી વાત કહેતા કહ્યું કે, તા.20 જુલાઈના રોજ થયેલી ઘટનામાં એક યુવતીની મોત થયાનો દાવો કરવામાં આવ્યો છે, આ દાવો ખોટો છે. પાયાવિહોણો છે. પાકિસ્તાનથી મેનેજ થતા સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ખોટી પોસ્ટ થઈ રહી છે.
સોનમ વાંગચૂકનો ફેક વિડિયો
પોલીસે જણાવ્યું હતું કે, સોનમ વાંગચૂકનો એક ફેક વિડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ થયો છે. જેમાં તેઓ કંઈક કહી રહ્યા છે અને સંભળાઈ કંઈક બીજું રહ્યું છે. દિલ્હી પોલીસે એક STF ટીમ તૈયાર કરી છે. સતત ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને લઈ આ ટીમ તૈયાર કરવામાં આવી છે. જે દરેક મુવમેન્ટ પર વૉચ રાખશે. કોક્રોચ જનતા પાર્ટીના લોકો સરકાર પાસે પોતાની માગ પૂરી થાય એ માટે જીદ કરી રહ્યા છે. CJP નેતાઓની મુલાકાત બાદ જે.પી.નડ્ડાએ પણ એક નિવેદન આપ્યું હતું.
ખોટા દાવા થઈ રહ્યા છે.
પોલીસે કહ્યું હતું કે, ઇન્સ્ટાગ્રામનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર ખોટા અને ગેરમાર્ગે દોરતા વીડિયો પણ અપલોડ કરવામાં આવી રહ્યા છે. દરેક પોસ્ટ સાચી હોય તે જરૂરી નથી.
દિલ્હી પોલીસ સોશિયલ મીડિયા પર નજીકથી નજર રાખી રહી છે. સોશિયલ મીડિયા પર ખોટી વાતો ફેલાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
કેટલીક પોસ્ટનો હેતુ ગભરાટ ફેલાવવાનો છે. એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે 20 જુલાઈના રોજ બનેલી ઘટનામાં એક છોકરીનું મોત થયું હતું, જે દાવો ખોટો હતો. એક રાજકારણીએ એક વિડિયો પોસ્ટ કર્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેન્દ્ર સરકાર રાત્રે વિરોધ પ્રદર્શન પર કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. પાકિસ્તાનથી સંચાલિત એકાઉન્ટ્સ દ્વારા ખોટી પોસ્ટ્સ ફેલાવવામાં આવી રહી છે.
ઑપરેશન સિંદૂર વખતે એક્ટિવ હતા.
આ જ હેન્ડલમાંથી કેટલાક 'ઓપરેશન સિંદૂર' દરમિયાન પણ સક્રિય હતા. આ નકલી પોસ્ટ્સના સંદર્ભમાં સોનમ વાંગચુકનો નકલી વિડિયો પણ ફેલાવવામાં આવ્યો હતો. જંતર મંતર પર સેના તૈનાત કરવામાં આવી રહી હોવાનો દાવો કરવા માટે એક ડીપફેક વિડિયોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.