Sun Sep 13 2026

Logo

દિલ્હી હાઇકોર્ટે એક્ટર રાજપાલ યાદવને ત્રણ મહીનાની જેલની સજા ફટકારી

2026-07-10 16:06:46
Author: Chandrakant Kanoja
દિલ્હી હાઇકોર્ટે એક્ટર રાજપાલ યાદવને ત્રણ મહીનાની જેલની સજા ફટકારી

નવી દિલ્હી: દિલ્હી હાઇકોર્ટે બોલીવુડ એક્ટર રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં ત્રણ મહીનાની જેલની સજા ફટકારી છે. જેના પગલે એક્ટરને ફરી જેલમાં મોકલવામાં આવશે. આ કેસમાં દિલ્હી હાઇકોર્ટે એક્ટર રાજપાલ યાદવને સમજૂતી કરીને કેસ સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ આખરે સમજૂતી ના થઇ શકી. 

રૂપિયા 7.35 કરોડનો દંડ ભરવો પડશે 

આ કેસની વિગતો મુજબ દિલ્હી હાઈકોર્ટે એક્ટર રાજપાલ યાદવને ચેક બાઉન્સના સાત કેસમાં ત્રણ મહિના સાદી કેસની સજા ફટકારી છે. આ ઉપરાંત કોર્ટે દરેક કેસમાં 1.05 કરોડનો દંડ પણ ફટકાર્યો છે. જેના લીધે રૂપિયા 7.35 કરોડનો દંડ ભરવો પડશે. 

 તેમને સમાધાન કરવા અંગે નિષ્ફળ ગયા હતા 

આ દંડમાંથી દરેક કેસમાં રૂપિયા 1 કરોડ ચાર લાખ પંચોતર હજાર ફરિયાદીને અને 25,000 રૂપિયા રાજ્યને ચુકવવા પડશે. કોર્ટે નોંધ્યું કે રાજપાલ યાદવને અનેક તકો આપવામાં આવી હતી. પરંતુ તેમને સમાધાન કરવા અંગે નિષ્ફળ ગયા હતા. 

હાઇકોર્ટે સખત નારાજગી વ્યક્ત કરી

આ ઉપરાંત કોર્ટે જણાવ્યું  કે, ગત સુનાવણી ચુકાદો સુરક્ષિત રાખવાવા આવ્યો હતો. તેમજ એક્ટર રાજપાલ યાદવે  સમાધાન યોજનાનો વિરોધ કર્યો હતો અને કોર્ટને ભાવનાત્મક અપીલ કરી હતી. તેમજ બાકી લેણાંની ચુકવણી અંગે રાજપાલ યાદવના બદલાતા વલણ પર હાઇકોર્ટે સખત નારાજગી વ્યક્ત કરી હતી. 

વારંવાર ખાતરી આપવા છતાં બાકી રકમ ચૂકવવામાં આવી ન હતી

કોર્ટે વધુમાં જણાવ્યું કે, રાજપાલ યાદવે વારંવાર ખાતરી આપવા છતાં બાકી રકમ ચૂકવવામાં આવી ન હતી. કોર્ટના સૂચન પર ફરિયાદી કંપનીએ અંતિમ સમાધાન તરીકે રૂપિયા 6 કરોડ સ્વીકારવા પણ રાજી હતી.જોકે, તેમ છતાં તે રાજીના થતાં ફરિયાદીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળ કાનૂની કાર્યવાહી કરવાની ફરજ પડી હતી