Sun Sep 13 2026

Logo

દિલ્હી હાઈકોર્ટે કોકરોચ જનતા પાર્ટીને એકસ એકાઉન્ટને ચાલુ કરવા નિર્દેશ આપવા ઇનકાર કર્યો

2026-05-29 15:57:00
Author: Chandrakant Kanoja
દિલ્હી હાઈકોર્ટે કોકરોચ જનતા પાર્ટીને એકસ એકાઉન્ટને ચાલુ કરવા નિર્દેશ આપવા ઇનકાર કર્યો

નવી દિલ્હી : દિલ્હી હાઈકોર્ટે કોકરોચ જનતા પાર્ટીને તાત્કાલિક રાહત આપવાનો ઇનકાર કર્યો છે. હાઇકોર્ટે પાર્ટીના એક્સ એકાઉન્ટને  બ્લોક કરવાના સંદર્ભમાં કેન્દ્ર સરકાર અને એક્સને નોટિસ ફટકારી છે. હાઈકોર્ટે કોકરોચ જનતા પાર્ટીએ એકસના બ્લોક કરેલા એકાઉન્ટને તાત્કાલિક ચાલુ  કરવા નિર્દેશ આપવાનો ઇનકાર કર્યો હતો. 

સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને બ્લોક કરવાના નિર્ણયને પડકારવામાં આવ્યો

હાઈકોર્ટે કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકે દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી હતી. જેમાં એક્સ દ્વારા તેમના વ્યંગાત્મક ડિજિટલ સંગઠનના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને બ્લોક કરવાના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. જસ્ટિસ પુરુષેન્દ્ર કુમાર કૌરવની આગેવાની હેઠળની બેન્ચે દિપકેની અરજી પર સુનાવણી કરી હતી. 

અભિજીત દિપકે કોકરોચ જનતા પાર્ટીની શરૂઆત કરી

15 મેના રોજ વરિષ્ઠ વકીલના હોદ્દા સંબંધિત અરજીની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સુરેશ કાંત દ્વારા કોકરોચ અને પરોપજીવીઓ પર કરાયેલી ટિપ્પણીને કારણે થયેલા વિવાદ ઉભો થયો  હતો. ત્યારે  આમ આદમી પાર્ટી  સાથે સંકળાયેલા અભિજીત દિપકે  કોકરોચ જનતા પાર્ટીની શરૂઆત કરી છે.