મુંબઈઃ દીપિકા પાદુકોણ હાલમાં સારા દિવસો માણી રહી છે, પણ એક્ટ્રેસે કામ ચાલું રાખ્યું છે. સાત મહિનાની ગર્ભવતી એક્ટ્રેસ હાલમાં પોતાની નવી ફિલ્મ રાકામાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન સાથે સ્ક્રિન શૅર કરશે. મેટરનીટી લીવ પર ઊતરતા પહેલા તેણે પોતાના ભાગનું તમામ શુટિંગ ખતમ કરવા સતત કામ કરી રહી છે. સગર્ભા અવસ્થામાં દીપિકાએ એક્શન સિક્વન્સ શુટ કરીને સેટ પર રહેલા દરેક વ્યક્તિને ચોંકાવી દીધા હતા. એટલું જ નહીં એક્ટ્રેસે નાઈટ શિફ્ટ કરીને પણ કામ પૂર્ણ કરી દીધુ હતું.

બિગ બજેટની ફિલ્મ તૈયાર
જાણીતા ફિલ્મ ડાયરેક્ટર એટલી આ ફિલ્મ બનાવી રહ્યા છે. 'રાકા' ફિલ્મનું શુટિંગ જુદા-જુદા લોકેશન પર થયેલું છે. કેટલાક સીન પર સેટનો પૂરતો ઉપયોગ કરવામાં આવ્યો છે. 'રાકા' એક સાયન્સ ફિક્શન ફિલ્મ છે.ફિલ્મમાં જબરદસ્ત એક્શન સિક્વન્સ છે. આગામી વર્ષે થિયેટર્સમાં તે આવી શકે છે. 'રાકા' સિવાય દીપિકા શાહરૂખ ખાનની ફિલ્મ 'કિંગ'માં પણ જોવા મળશે.'રાકા'ને ખૂબ મોટા બજેટની ફિલ્મ માનવામાં આવે છે. પહેલીવાર અલ્લુ અર્જુન અને દીપિકા સ્ક્રિન શૅર કરી રહ્યા છે. આ સિવાય આ ફિલ્મમાં રશ્મિકા મંદાના, જાહ્નવી કપૂર અને મૃણાલ ઠાકુર જોવા મવશે. દીપિકા પાદુકોણની આઠ કલાકની શિફ્ટવાળી માંગ એ સમયે સૌથી વધારે ચર્ચામાં એવા સમયે આવી જ્યારે દીપિકાને સંદીપ રેડ્ડી વાંગાએ પોતાની ટીમમાંથી બાહર કરી દીધી હતી.એ પછી વાવડ એવા મળ્યા હતા કે, દીપિકાનું નામ નાગ અશ્વિનની ફિલ્મ કલ્કિ-2માંથી પણ પડતું મૂકાયું હતું.
મેકર્સ ખુશ કેમ ન હતા?
દીપિકાની આઠ કલાકની શિફ્ટ ડ્યૂટીની ડીમાન્ડથી મેકર્સ ખુશ ન હતા. આ કારણે એક્ટ્રેસને બે ફિલ્મમાંથી, સાઈન કરેલા પ્રોજેક્ટમાંથી હાથ ધોવાનો વારો આવ્યો હતો.આ પછી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં આઠ કલાકની શિફ્ટ પર બબાલ શરૂ થઈ ગઈ હતી. મુદ્દો એટલો ચર્ચામાં રહ્યો હતો કે, મેકર્સથી લઈને લાઈટમેન સુધીના લોકોએ પોતાનો મત વ્યક્ત કર્યો હતો.કેટલાક લોકોએ આઠ કલાકની શિફ્ટનું સમર્થન કર્યું તો કેટલાકે વિરોધ પણ કર્યો. એક ક્રૂ મેમ્બરે નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે, આવા સમયે દીપિકાને કામ કરતા જોવી એ ખરા અર્થમાં પ્રેરણા છે. દરેક વ્યક્તિનું કામ પ્રત્યે કમિટમેન્ટ હોય છે પણ દીપિકાનું કામ પ્રત્યેનું કમિટમેન્ટ અલગ લેવલનું છે.એના ઘરે પણ દોઢ વર્ષની દીકરી છે.

કમિટમેન્ટ સાથે કામ ખતમ"
એને પણ તે પૂરતો ટાઈમ આપી રહી છે. સમયસર શુટિંગ ખતમ કરવા માટે તે શેડ્યુલ કરતા વહેલી પહોંચી જાય છે. જેથી ફિક્સ શેડ્યુલ કરતા પહેલા જ કામ ખતમ કરી શકાય.આઠ કલાકની શિફ્ટ ડ્યૂટીની માગને લઈને ચર્ચામાં આવેલી એક્ટ્રેસ પૂરા કમિટમેન્ટ સાથે શુટિંગનું કામ ખતમ કરી રહી છે. નાઈટના શેડ્યુલમાં પણ તેણે પોતાનું રેકોર્ડિંગ પુરૂ કરી લીધું છે. દીપિકાએ પોતાના ભાગનું શુટિંગ પૂરુ કરી લીધું છે. આ પહેલા નેહા ધૂપિયાએ પણ પોતાના સારા દિવસોમાં પણ શુટિંગ કરેલું હતું. એ સમયે તેણે કોઈ વેબસિરીઝમાં પણ કામ કર્યું હતું. થોડા સમય પહેલા દીપિકા એરપોર્ટ પર જોવા મળી હતી. આ સમયે એના સિંમ્પલ લૂકે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.