Sun May 10 2026

Logo

આજનું રાશિફળ (10-05-26):  આ રાશિના જાતકો માટે આજનો દિવસ છે 'Golden', પ્રોપર્ટી અને રોકાણમાં થશે મોટો ફાયદો...

2026-05-10 00:00:03
Author: Darshana Visaria
Article Image

મેષ

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સારો રહેશે. એક પછી એક સારા સમાચાર મળતાં તમે આનંદિત રહેશો. ઊર્જાથી ભરપૂર હોવાને કારણે આજે તમે એક સાથે અનેક કામ હાથ પર લેશો. રવિવારનો દિવસ તમારા માટે ઉત્સાહજનક રહેશે. પરિવાર સાથે સમય વિતાવવાની તક મળશે અને ઘરના કોઈ અટવાયેલા કાર્યો પૂર્ણ થશે. આર્થિક દૃષ્ટિએ દિવસ સામાન્ય છે, પરંતુ બિનજરૂરી ખર્ચ ટાળવા જોઈએ. વ્યાપારમાં નવી યોજનાઓ પર કામ શરૂ કરવા માટે શુભ સમય છે. સ્વાસ્થ્યમાં સુધારો જણાશે, ખાસ કરીને માનસિક તણાવ ઓછો થશે. સાંજે મિત્રો સાથે મુલાકાત થવાથી મન પ્રસન્ન રહેશે. કોઈ ધાર્મિક યાત્રાનું આયોજન પણ થઈ શકે છે.

વૃષભ

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનમાં સકારાત્મક પરિવર્તન લઈને આવી રહ્યો છે. તમને ધાર્યા પરિણામો મળતાં આજે ખુશીનો પાર નહીં રહે. આજે તમારે કામ અને આરામ વચ્ચે સંતુલન જાળવવું પડશે. કાર્યસ્થળે નવી જવાબદારીઓ આવી શકે છે, જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે. નાણાકીય લેવડ-દેવડમાં સાવચેતી રાખવી, કોઈના પર વધુ પડતો વિશ્વાસ ન કરવો. સામાજિક કાર્યોમાં તમારી રુચિ વધશે અને પ્રતિષ્ઠામાં વધારો થશે. જીવનસાથી સાથે પ્રેમ અને સહકાર વધશે. પેટ સંબંધિત નાની-મોટી તકલીફો થઈ શકે છે, તેથી ખાનપાનમાં ધ્યાન રાખવું. અટવાયેલા સરકારી કામોમાં ગતિ આવશે.

મિથુન

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. વ્યવસાયમાં નવા સંપર્કો બનશે જે લાંબા ગાળે લાભદાયી રહેશે. આજે ભાગ્યનો સાથ મળશે, જેનાથી અટકેલા કામો પૂર્ણ થવાની આશા છે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં એકાગ્રતા વધારવાનો દિવસ છે. ઘરમાં કોઈ માંગલિક પ્રસંગની ચર્ચા થઈ શકે છે. વાણી પર સંયમ રાખવો જરૂરી છે, નહીંતર નજીકની વ્યક્તિ સાથે વિવાદ થઈ શકે છે. સાંજે મન થોડું ભાવુક બની શકે છે, યોગ અને ધ્યાનથી શાંતિ મળશે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે અને વાત લગ્ન સુધી પહોંચી શકે છે. 

કર્ક

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સાવધાનીપૂર્વક આગળ વધવાનો રહેશે. આજે તમારા માટે આર્થિક લાભના યોગ બની રહ્યા છે. જૂના રોકાણમાંથી સારું વળતર મળવાની શક્યતા છે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનતની કદર થશે અને ઉપરી અધિકારીઓ તમારાથી સંતુષ્ટ રહેશે. પરિવારમાં ભાઈ-બહેનો સાથેના સંબંધોમાં મધુરતા આવશે. પ્રોપર્ટીને લગતા નિર્ણયો લેવા માટે આજનો દિવસ શુભ છે. વિદેશ જવા ઈચ્છતા લોકો માટે કોઈ સારા સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે, પરંતુ વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. સાંજનો સમય આનંદદાયક રહેશે. જીવનસાથી સાથેના સંબંધોમાં આજે મીઠાશ આવી રહી છે. 

સિંહ

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. તમારી નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા થશે અને સામાજિક વર્તુળમાં તમારો પ્રભાવ વધશે. વ્યવસાયમાં હરીફો સામે તમે મજબૂત સાબિત થશો. સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળતા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. આર્થિક રીતે તમે સુરક્ષિત અનુભવશો. પ્રેમ જીવનમાં ઉષ્મા વધશે અને પાર્ટનર સાથે યાદગાર સમય વિતશે. માનસિક રીતે તમે ખૂબ જ ઉર્જાવાન રહેશો. કોઈ નવી કળા કે શોખ શીખવા માટે દિવસ સારો છે. કામની વ્યસ્તતા વચ્ચે આજે તમારે માતા-પિતાની સેવા માટે થોડો સમય કાઢવો પડશે. 

કન્યા: 

આજનો દિવસ કન્યા રાશિના જાતકો માટે શારીરિક અને માનસિક બંને રીતે થોડો મુશ્કેલ રહેશે. આજે તમારે માનસિક શાંતિ જાળવવા માટે પ્રયત્ન કરવો પડશે. બિનજરૂરી ચિંતાઓ તમને પરેશાન કરી શકે છે, પરંતુ સાંજ સુધીમાં સ્થિતિ સામાન્ય થશે. નોકરીમાં કામનું દબાણ વધી શકે છે, પરંતુ તમે તમારી કુશળતાથી તે પાર પાડશો. આર્થિક આયોજન પર ધ્યાન આપવું જરૂરી છે. જીવનસાથીનો સહયોગ તમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર લાવવામાં મદદ કરશે. વિદ્યાર્થીઓએ મહેનત વધારવી પડશે. સ્વાસ્થ્યમાં થોડી નબળાઈ અનુભવાઈ શકે છે, પૂરતો આરામ લેવો હિતાવહ છે. સંતાનની સંગત પર તમારે આજે ખાસ ધ્યાન આપવું પડશે. 

તુલા

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ અત્યંત ભાગ્યશાળી રહેશે. લાંબા સમયથી ચાલી આવતી આર્થિક સમસ્યાઓનો અંત આવશે અને ધન પ્રાપ્તિના નવા સ્ત્રોત ખુલશે. વ્યાપારમાં વિસ્તરણની નવી તકો મળશે. સામાજિક રીતે તમે ખૂબ સક્રિય રહેશો અને માન-સન્માન પ્રાપ્ત થશે. પરિવાર સાથે ટૂંકી મુસાફરી કે પિકનિકનું આયોજન થઈ શકે છે. કુંવારા લોકો માટે લગ્નના સારા પ્રસ્તાવ આવી શકે છે. તમારું સ્વાસ્થ્ય અને ઉર્જાનું સ્તર ઉત્તમ રહેશે. કોઈ જૂના મિત્રની મદદ મળી શકે છે. ઘર-પ્રોપર્ટી વગેરે ખરીદવાનું તમારું સપનું આજે સાકાર થઈ રહ્યું છે. કોઈને પૈસા ઉધાર આપ્યા હશે તો તમને આજે એ પૈસા પાછા મળી શકે છે. 

વૃશ્ચિક

આજે તમારા અટકેલા સરકારી કે કાયદાકીય કાર્યોમાં સફળતા મળવાના યોગ છે. કરિયરમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે જે હકારાત્મક રહેશે. નાણાકીય દૃષ્ટિએ દિવસ સારો છે, પરંતુ ઉધાર આપવાનું ટાળવું. પારિવારિક વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે અને વડીલોના આશીર્વાદ ફળશે. નવી ટેકનોલોજી કે ગેજેટ્સ પાછળ ખર્ચ થઈ શકે છે. શત્રુઓ પર તમે વિજય મેળવશો. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવું, ખાસ કરીને મોસમી બીમારીઓથી બચવું. સાંજનો સમય આધ્યાત્મિક ચિંતનમાં વિતાવવો લાભદાયી રહેશે. જીવનસાથી આજે તમારા માટે સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરશે. 

ધન

ધન રાશિના જાતકો માટે રવિવારનો દિવસ મિશ્રિત પરિણામો લાવશે, જેને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે. આજે કાર્યમાં સફળતા મેળવવા માટે વધુ મહેનત કરવી પડી શકે છે. આર્થિક બાબતોમાં સાવધાની રાખવી અને સમજી વિચારીને રોકાણ કરવું. પરિવારમાં કોઈ વાતને લઈને થોડો મતભેદ થઈ શકે છે, પરંતુ વાતચીતથી ઉકેલ લાવી શકશો. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાના યોગ છે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે અને મન પ્રસન્ન રહેશે. સ્વાસ્થ્ય બાબતે સાવધાન રહેવું, પગના દુખાવા જેવી સમસ્યા થઈ શકે છે. કોઈ પણ નિર્ણય આજે ઉતાવળમાં લેવાથી બચવાનો રહેશે, નહીં તો પસ્તાવવાનો વારો આવશે. 

મકર

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ એક પછી એક સારા સમાચાર સાંભળવા મળશે. આજે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવવાની શક્યતા છે. નોકરીમાં પ્રમોશન કે નવી તકો મળવાના યોગ છે. લોખંડ અને મશીનરીના કામ સાથે જોડાયેલા લોકોને મોટો નફો થઈ શકે છે. સામાજિક કાર્યોમાં તમારી સક્રિયતા વધશે. આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત બનશે. ઘરમાં કોઈ માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. જીવનસાથી સાથે ભાવનાત્મક જોડાણ વધશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે અને જૂની માંદગીમાંથી રાહત મળશે. સાંજનો સમય પરિવાર સાથે ખૂબ જ સુખદ રહેશે. આજે તમને હરવા ફરવા દરમિયાન સારા સમાચાર સાંભળવા મળી શકે છે. 

કુંભ

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સર્જનાત્મકતા અને નવીનતાથી ભરપૂર રહેશે, આજે તમે એક પછી એક નવા કામ હાથમાં લેશો અને દરેક કામમાં સફળતા મળતાં તમારી ખુશીનો પાર નહીં રહે. આજે તમારી કલાત્મક ક્ષમતા ખીલી ઉઠશે અને નવા પ્રોજેક્ટ્સમાં સફળતા મળશે. નાણાકીય લાભના અનેક સ્ત્રોત ખુલશે, જેનાથી આર્થિક ચિંતા દૂર થશે. નોકરીમાં સહકર્મીઓનો પૂરો સહયોગ મળશે. પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે અને સંતાનોની પ્રગતિથી મન સંતુષ્ટ રહેશે. સ્વાસ્થ્યમાં તાજગી અનુભવશો. પ્રેમ સંબંધોમાં ગંભીરતા આવશે. સાંજે કોઈ સામાજિક મેળાવડામાં જવાનો પ્રસંગ બની શકે છે.

મીન

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ શાંતિપૂર્ણ અને ફળદાયી રહેશે. કાર્યસ્થળે તમે તમારી કુશળતા સાબિત કરી શકશો. આર્થિક રીતે તમે વધુ સુરક્ષિત બનશો અને અટકેલા નાણાં પરત મળી શકે છે. જીવનસાથી સાથે મધુર સંબંધો જળવાશે અને કોઈ જૂના વિવાદનો અંત આવશે. આધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ વધશે, જેનાથી માનસિક શાંતિ મળશે. શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકોને આજે નવી તકો મળશે. સ્વાસ્થ્ય બાબતે સભાન રહેવું, પૂરતી ઉંઘ લેવી જરૂરી છે. સાંજે પરિવાર સાથે વિતાવેલો સમય યાદગાર રહેશે. જીવનસાથી તમારા માટે આજે કોઈ સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરશે.