Sun Sep 06 2026

Logo

કોંગ્રેસ સાંસદ રાજીવ શુકલાએ કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પર ગૃહમાં કટાક્ષ કર્યો, વિડીયો વાઈરલ...

2026-03-17 22:17:00
Author: Chandrakant Kanoja
કોંગ્રેસ સાંસદ રાજીવ શુકલાએ કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પર ગૃહમાં કટાક્ષ કર્યો, વિડીયો વાઈરલ...

દેશમાં સંસદની કાર્યવાહી દરમિયાન અનેક વાર રમુજી દ્રશ્યો અને હોબાળો જોવા મળે છે. ત્યારે આજે સંસદમાં કોંગ્રેસના સાંસદ રાજીવ શુકલાએ વિનિયોગ બિલ પર બોલતી વખતે કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પર તેમની રમુજી શૈલીમાં કટાક્ષ કર્યો હતો. જેના લીધે સમગ્ર ગૃહમાં હાસ્ય રેલાયું હતું. તેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. 

તેમને આટલી ખુશામત પસંદ નથી

આ સમગ્ર બાબતની વિગત મુજબ  સાંસદ રાજીવ શુક્લા ગૃહમાં ભાષણ આપવાના હતા ત્યારે શાસક પક્ષના સભ્યોએ હંગામો શરૂ કર્યો. આ વાતનો જવાબ આપતાં રાજીવ શુક્લાએ ટિપ્પણી કરી હતી કે,  કેટલી ચમચાગીરી કરશો,  શાંત થાઓ,  તમે કહો છો તમે  મોદીજીને ઓળખો છો. હું પણ તેમને 30 વર્ષથી ઓળખું છું. તેમને આટલી ખુશામત પસંદ નથી જેટલી આજે અહિયાં થઈ છે. 

તેમનું નામ ઓછામાં ઓછું 200 વખત લીધું હશે

જોકે, તેની બાદ સાંસદ રાજીવ શુકલાએ કટાક્ષમાં કહ્યું, મને આજે સમજાયું કે જયારે મોદીજીને કોઈનું ભાષણ ગમે છે. ત્યારે તેની પ્રશંસા માટે તે ટ્વીટ કરે છે. 
પરંતુ શિવરાજ જી - તમે આટલા લાંબા, વિસ્તૃત ભાષણો આપો છો. તમે તેમનું નામ ઓછામાં ઓછું 200 વખત લીધું હશે. તેમ છતાં આજ સુધી તેમણે ક્યારેય તમારા માટે પ્રશંસાનો એક શબ્દ પણ ટ્વીટ નથી કર્યો. 

રાજીવ શુક્લાએ શિવરાજસિંહના દાવા અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા

સાંસદ રાજીવ શુક્લાએ શિવરાજસિંહના દાવા અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા કે બધું જ વર્ષ  2014 પછી જ અસ્તિત્વમાં આવ્યું. તેમણે ટિપ્પણી કરી, "શિવરાજજીએ તો એટલું કહી દીધું કે વર્ષ  2014 પહેલા દેશમાં ન તો વીજળીના થાંભલા હતા, ન તો ટ્રેનો, ન તો રસ્તાઓ. અટલજી અને દેવેગૌડાજીએ પણ વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. શું તેમના કાર્યકાળ દરમિયાન કંઈ થયું નહીં? શું ખરેખર બધું વર્ષ 2014 પછી જ થયું?"