Wed Sep 16 2026

Logo

કોંગ્રેસ હાઈકમાન્ડની લાંબી ચર્ચાઓ બાદ સસ્પેન્સનો અંત; આ નેતા બનશે કેરળના નવા મુખ્ય પ્રધાન

2026-05-14 12:40:00
Author: Savan Zalariya
કોંગ્રેસ હાઈકમાન્ડની લાંબી ચર્ચાઓ બાદ સસ્પેન્સનો અંત; આ નેતા બનશે કેરળના નવા મુખ્ય પ્રધાન

દિલ્હી: કેરળ વિધાનસભા ચૂંટણી 2026માં કોંગ્રેસની આગેવાની હેઠળના યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ(UDF)ના વિજય બાદ રાજ્યના નવા મુખ્ય પ્રધાનની જાહેરાત કરવામાં આવી છે. દિવસો સુધી ચાલેલી  ઉચ્ચ-સ્તરીય ચર્ચાઓ અને વિચાર-વિમર્શ બાદ કોંગ્રેસે આજે ગુરુવારે વીડી સતીસનને કેરળના નવ મુખ્ય પ્રધાન જાહેર કર્યા છે.
કેરળમાં એક દાયકાના ડાબેરી શાસનનો અંત બાદ રાજ્યને કોંગ્રેસના મુખ્ય પ્રધાન મળશે. 4 મેના રોજ  જાહેર થયેલા વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટની જીત બાદ આ મોટી જાહેરાત કરવામાં આવી છે.

દિલ્હીમાં કેરળના મુખ્ય પ્રધાનના નામની જાહેરાત કરતા કોંગ્રેસ નેતા દીપા દાસમુન્શીએ કહ્યું, “7 મે, 2026ના રોજ તિરુવનંતપુરમમાં કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક યોજાઈ હતી,  કેરળ રાજ્યમાં CLP ના નવા નેતાની નિમણૂક કરવા માટે કોંગ્રેસ પ્રમુખને અધિકાર આપવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો. CLP ના નેતા તરીકે VD સતીસનની નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે." 

કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિ (KPCC) ના ઘણા નેતાઓ અને કોંગ્રેસના કેરળ એકમના ભૂતપૂર્વ વડાઓએ દિલ્હીમાં પાર્ટીના હાઇ-કમાન્ડ સાથે ચર્ચા કરવા અને નામ પસંદ કરવા માટે સંખ્યબંધ મુલાકાત કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેસી વેણુગોપાલ અને રમેશ ચેન્નીથલાન પણ આ પદના દાવેદાર હતાં, પણ અંતે વીડી સતીસન રાજ્ય સરકારની કમાન સોંપવામાં આવી છે.

મુખ્ય પ્રધાન તરીકે સતીશનની જાહેરાત બાદ અલાપ્પુઝાના સાંસદ વેણુગોપાલે કહ્યું, "હું સંપૂર્ણપણે સંતુષ્ટ છું. હું હાઇકમાન્ડના નિર્ણયનું સમર્થન કરીશ.”