Fri Aug 28 2026

Logo

વૃક્ષ પડવાથી  મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને વળતર અને નોકરી માટે પ્રયાસ

2026-07-10 18:54:10
Author: Sapna Desai
વૃક્ષ પડવાથી  મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને વળતર અને નોકરી માટે પ્રયાસ

થાણે: થાણેમાં ઝાડ પડવાની ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને થાણે મહાનગરપાલિકાના શાસક પક્ષ શિવસેનાના નેતાઓએ સહાયનું વચન આપ્યું છે, જેમાં મૃતકના નાણાકીય વળતરની સાથે જ પીડિતના કાનૂની વારસદારને નોકરી આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

થાણેના  ૬૪ વર્ષના પાંડુરંગ ભુવડને છ જુલાઈના રોજ એક ઝાડ પડવાથી ગંભીર ઈજા થઈ હતી અને ગુરુવારે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. સ્થાનિક નગરસેવક  વિકાસ રેપાલે અને નમ્રતા ભોસલે-જાધવ અકસ્માત બાદ તેમને હોસ્પિટલ લઈ ગયા હતા. નગરસેવક વિકાસે જણાવ્યું હતું કે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ થાણે પાલિકા પ્રશાસનને ભુવડના પરિવારને મદદ કરવા નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું કે ભુવડ પરિવારને નાણાકીય મદદ અને તેમના કાનૂની વારસદારને પાલિકામાં નોકરી આપવા માટે પાલિકા પ્રશાસન આગામી સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવામાં આવશે

(પીટીઆઈ)