નવી દિલ્હીઃ ભારત અને ચીનનું નામ આવતા જ લોકોના મનમાં સૌથી પહેલા ટેન્શન, સુરક્ષા અને કંઈક ડખો થયો હશે એવો જ વિચાર આવે. પણ આજે 'ફ્રેન્ડશિપ ડે'ના પર સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં ચીની સૈનિક પોતાના મોબાઈલમાંથી ગીત પ્લે કરે છે અને સાથોસાથ મોજથી ગીત ગાઇ પણ રહ્યો છે.
શાહરૂખ ખાનની ફિલ્મ 'મહોબ્બતે'નું આ ગીત છે. વાયરલ વીડિયોમાં જે વિચાર સામાન્ય રીતે આવતા હોય છે એના કરતા બિલકુલ અલગ છે. બન્ને દેશના જવાનો સામસામે સ્માઈલ કરી રહ્યા છે અને ગીતને એન્જોય કરી રહ્યા છે. આ વીડિયો પર સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે પણ દિલ ખોલીને કમેન્ટ કરે છે.
ચીનના સૈનિકનું પર્ફેક્ટ પ્રોનાઉન્સિએશન
આ વીડિયોમાં ચીનનો સૈનિક મોબાઈલ ફોનમાં બોલિવૂડનું ગીત પ્લે કરી રહ્યો છે અને ગાઈ પણ રહ્યો છે. ખાસ વાત તો એ છે કે, સામે બેઠેલો ભારતીય જવાન પણ એ મોમેન્ટને રેકોર્ડ કરી રહ્યો છે. માહોલ એટલો મસ્ત છે કે, આસપાસના સૈનિકો પણ આ ક્ષણનો આનંદ માણી રહ્યો છે.જે બોર્ડર પર આંખ હટી કે દુર્ઘટના ઘટી જેવો માહોલ હોય એ બોર્ડર પરથી આવું ચિત્ર સામે આવતા લોકો આને ફ્રેન્ડશીપ તરીકે જોઈ રહ્યા છે.
પહાડી વિસ્તારમાં બન્ને દેશના જવાનો શાંતિથી આરામથી બેઠા છે. અંદરો અંદર વાતચીત કરી રહ્યા છે. એમના ચહેરા ઉપર પણ સ્માઈલ સ્પષ્ટ દેખાઈ રહી છે. આ દરમિયાન ચીનના સૈનિકે મોબાઈલમાંથી કિંગખાનનું ગીત પ્લે કર્યું અને ગાવાનું શરૂ કરી દીધું હતું. પૂરા જોશ સાથે અને આત્મવિશ્વાસ સાથે તે ગીતના લિરિક્સ પણ પર્ફેક્ટ પ્રોનાઉન્સ કરી રહ્યો છે. જ્યારે ભારતીય જવાન પણ એની સામે મસ્ત સ્માઈલ આપીને એનો સાથ આપી રહ્યો છે.
ભારતીય જવાનો પણ જોડાયા
સૌથી મોટી અને ખાસ વાત એ છે કે, ભારતીય સૈનિકો પણ માત્ર દર્શક નથી બન્યા પણ કેટલાક ગીતની ધૂન સાથે સુર મેચ કરી રહ્યા છે. જ્યારે એક જવાન કેમેરા તરફ જોઈને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યો છે. આસપાસ બેઠેલા સૈનિકો પણ આ મસ્ત આનંદની પળને માણી રહ્યા છે. કેટલાક સૈનિક દિલ ખોલીને સ્માઈલ કરી રહ્યા છે તો કોઈ તાળી પાડીને સાથ આપી રહ્યા છે.
બોર્ડરનું નામ આવે એટલે દિલની ધડકન વધી જાય પણ આ પ્રકારના વીડિયો આવે ત્યારે એક અલગ મેસેજ જાય છે. સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સ કહી રહ્યા છે કે, સંગીત એવી ભાષા છે જે દરેક વ્યક્તિ સરળતાથી સમજી શકે છે. પછી ભલે તે કોઈ પણ દેશનો હોય.
સારા ગીત અને સ્માઈલ જ લોકોને ક્નેક્ટ કરી શકે છે. જોડી શકે છે. આ જ કારણ છે કે, આ નાનકડો વીડિયો લાખો લોકોના દિલને ટચ કરી રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર ઝિંદગી ગુલ્ઝાર નામના પેજ પર પોસ્ટ થયો છે, જે પછીથી સોશિયલ મીડિયા પર જોરશોરથી શૅર થયો છે.
સંગીતનો જાદુ
હજારો લોકો આ વિડિયો જોઈ ચૂક્યા છે અને મોટી સંખ્યામાં યુઝર્સ આના પર દિલ ખોલીને પ્રતિક્રિયા આપી રહ્યા છે. 16 હજારથી વધારે લાઈક્સ આ વિડિયને મળી છે. આ વિડિયો અરૂણાચલ પ્રદેશનો છે અને કિબિથુ પોઈન્ટ જે લાઈન ઓફ એચ્યુઅલ કંટ્રોલ પર છે ત્યાંનો છે. આ વિસ્તાર અરૂણાચલ પ્રદેશના અંજાવ જિલ્લામાં પડે છે. એક યુઝરે તો ત્યાં સુધી કહ્યું કે ફ્રેન્ડશીપ ડે પરનો સૌથી બેસ્ટ વિડિયો. પાડોશી પણ ફ્રેન્ડ બની શકે છે. આ સંગીત જ બધાને જો઼ડી શકે છે. પાસે લાવી શકે છે. યુદ્ધના બદલે દિલ ખોલીને હસાવી શકે છે.