હરિદ્વારઃ આ વર્ષે ચારધામ યાત્રા તા.19 અપ્રિલ 2026ના રોજ શરૂ થઈ રહી છે. આ વખતે કેટલાક નિયમોને આધિન યાત્રા શરૂ કરવામાં આવી રહી છે. ચારધામ યાત્રાને લઈને વહીવટી તંત્ર તરફથી તૈયારીઓને હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ચારધામ યાત્રા માટે આ વખતે હરિદ્વારને મુખ્યમથક છે. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતીના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ આ અંગ કહ્યું હતું કે, યાત્રાની તમામ તૈયારીઓ લગભગ પૂરી થઈ ચૂકી છે. કેટલીક જગ્યાઓ પર અંતિમ ચરણોમાં છે.
ક્યા મંદિરના કપાટ ક્યારે ખૂલશે?
આ વર્ષે દર્શન વ્યવસ્થા વધારે સરળ અને સુવ્યવસ્થિત કરવામાં આવી છે. હિન્દુ સિવાયના લોકો અંગે હેમેત દ્વિવેદીએ કહ્યું હતું કે, જો બીજા ધર્મના કોઈ લોકોને સનાતન ધર્મમાં આસ્થા છે તો સારી વાત છે પણ નિયમોનું પાલન કરવું પડશે. આ લોકોને પ્રવેશ આપવામાં આવશે અને દર્શન માટેની મંજૂરી પણ આપવામાં આવશે. યમુનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ 19 એપ્રિલના રોજ અક્ષય તૃતિયાના અવસર પર ખૂલશે. કેદારનાથ ધામના કપાટ 22 એપ્રિલના રોજ ખુલશે. સવારે 8 વાગ્યે મંત્રોચ્ચાર સાથે કપાટ ખોલવામાં આવશે. 23 એપ્રિલના રોજ બદ્રીનાથ મંદિરના કપાટ ખોલવામાં આવશે. બ્રહ્મ મૂહુર્ત 6.15 વાગ્યે સવારે દ્વાર ખુલશે. હેમકુંડ સાહિબ માટે હવે પછી તારીખ જાહેર કરવામાં આવશે.

નિયમ પણ જાણી લો
ચારધામમાં આ વર્ષે હિન્દુ સિવાયના લોકોના પ્રવેશ પર કડકપણે પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. આ સાથે મોબાઈલ, કેમેરા, લેપટોપ, ટેબલેટથી ફોટો ક્લિક કરવા કે વીડિયો બનાવવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓ માટે જરૂરી એવી તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. યાત્રીકોને કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે અને સરળતાથી દર્શન થઈ શકે એ પ્રાથમિકતા રહેશે. મંદિર પરિસરના 70 મીટરના દાયરામાં ફોન લઈ જવા ઉપર જ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
શા માટે લેવાયા આવો નિર્ણય?
આ નિર્ણય મંદિરની ગરીમા તથા શ્રદ્ધાળુની સુવિધાને ધ્યાને લઈને લેવામાં આવ્યો છે. હિન્દુ સિવાયના લોકોની એન્ટ્રી લઈને કડકપણે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમા ચારધામ યાત્રા માટે 11,68,644 લોકોએ રજીસ્ટ્રેશન કરી દીધું છે. મંદિરમાં પૂજા માટે સત્તાવાર વેબસાઈટ પર અપડેટ આપવામાં આવશે. પૂજા માટે શ્રદ્ધાળું બુકિંગ કરાવી શકાશે. આ સુવિધા માટે ટૂંક સમયમાં બુકિંગ ઓનલાઈન શરૂ થશે. આનાથી શ્રદ્ધાળુઓ પોતાના ઘરેથી જ પૂજાની વ્યવસ્થા કરાવી શકશે. આ શ્રદ્ધાળુઓ માટે વિશ્રામગૃહમાં ખાસ સુવિધા તૈયાર કરવામાં આવી છે.