Mon Jul 27 2026

Logo

CBSE ના ધોરણ 09 અને 10 માં ત્રણ ભાષાને ફરજિયાત બનાવવાના નિયમને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો

2026-05-22 15:47:50
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : સીબીએસઇ દ્વારા ધોરણ 9 અને 10મઆ ત્રણ ભાષાઓના અભ્યાસને ફરજિયાત બનાવ્યો છે. જેને પડકારતી જાહેર હિતની અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ અંગે અરજદારના વકીલ  મુકુલ રોહતગીએ  સુપ્રીમ કોર્ટ સમક્ષ આ મામલો રજૂ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે,વિદ્યાર્થીઓ અચાનક આ ભાષાઓ કેવી રીતે શીખી શકે છે અને ધોરણ 10 ની પરીક્ષામાં કેવી રીતે બેસે છે. આનાથી અરાજકતા ફેલાશે.

વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ વતી દાખલ

જોકે, આ અરજી અંગે ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્ય કાંતે જણાવ્યું હતું કે, અમે અંગે આવતા અઠવાડિયા સુનાવણી કરીશું. આ સુનાવણી દરમિયાન  મુકુલ રોહતગીએ રજૂઆત કરી હતી કે આ અરજી દેશભરના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ વતી દાખલ કરવામાં આવી છે.

સીબીએસઈની નવી  નીતિ પર વેધક સવાલ 

તેમણે વધુમાં જણાવ્યું કે ધોરણ 9 માં બે વધારાની ભાષાઓ ફરજિયાત બનાવવામાં આવી છે. ધોરણ 9 માં વિદ્યાર્થી પાસેથી નવી ભાષા શીખવાની અને ત્યારબાદ ધોરણ 10 માં પરીક્ષા આપવાની અપેક્ષા કેવી રીતે રાખી શકાય. આનાથી અરાજકતા ફેલાશે .આ જાહેર હિતની અરજી મુજબ સીબીએસઈની નવી  નીતિ વિદ્યાર્થીઓ પર વધારાનો શૈક્ષણિક બોજ લાદશે અને જેમને અચાનક નવી ભાષા શીખવી પડશે. તેમજ તેમને મુશ્કેલીનો સામનો કરવો પડશે. 

ધોરણ 9 અને 10 માટે ત્રણ ભાષા નીતિ ફરજિયાત બનાવી

ઉલ્લેખનીય છે કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન(CBSE)એ મહત્વની જાહેરાત કરી છે. જેમાં તેની બધી શાળાઓમાં ધોરણ 9 અને 10 માટે ત્રણ ભાષા નીતિ ફરજિયાત બનાવી છે. તેમજ 1  જુલાઈ 2026 થી, ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે ત્રણ ભાષાઓનો અભ્યાસ ફરજિયાત રહેશે.જેમાંથી ઓછામાં ઓછી બે ભારતીય ભાષાઓ હોવી જોઈએ. આ ઉપરાંત  ધોરણ 10  માં ત્રીજી ભાષા (R3) માટે કોઈ બોર્ડ પરીક્ષા નહીં હોય. આ નિયમ NEP 2020 અને NCF-SE 2023 અનુસાર લાગુ કરવામાં આવ્યો છે.