Wed Sep 02 2026

Logo

CBSE બોર્ડના રિઝલ્ટનું કાઉન્ટડાઉન શરૂ, જાણો ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે તમારું પરિણામ...

2026-04-14 14:25:56
Author: Darshana Visaria
CBSE બોર્ડના રિઝલ્ટનું કાઉન્ટડાઉન શરૂ, જાણો ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે તમારું પરિણામ...

સીબીએસઈ (CBSE) બોર્ડના ધોરણ 10 અને 12ના પરિણામની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સીબીએસઈ બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવાની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે અને બોર્ડ કોઈ પણ ઘડીએ રિઝલ્ટ્સની ડેટ એનાઉન્સ કરી શકે છે, ત્યારે તમને જણાવીએ કે તમે કઈ રીતે ઓનલાઈન ઘરેબેઠા તમારું રિઝલ્ટ ચેક કરી શકશો. 

સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ હવે મૂલ્યાંકનની કામગીરી પૂરી થઈ ગઈ છે અને ડેટા પ્રોસેસિંગનું કામ ચાલી રહ્યું છે. બોર્ડ દ્વારા ગમે ત્યારે રિઝલ્ટ્સની ડેટ જાહેર કરવામાં આવી શકે છે. આવી પરિસ્થિતિમાં સીબીએસઈ બોર્ડનું પરિણામ તમે ક્યાં અને કઈ રીતે જાણી શકશો એ જાણવાની તાલાવેલી થઈ હોય તો આ સ્ટોરી તમારે છેલ્લે સુધી ચોક્કસ વાંચી જવી પડશે. 

સીબીએસઈ બોર્ડના 10મા ધોરણના પરિમાણો ક્યારે આવશે એની ઓફિશિયલ ડેટ ભલે હજુ સુધી જાહેર નથી કરવામાં આવી પણ પરંતુ નિષ્ણાતોના મતે પરિણામ મે મહિનાના પહેલાં કે બીજા અઠવાડિયામાં રિઝલ્ટ આવવાની પૂરેપૂરી શક્યતા છે. ડિજીલૉકરે વિદ્યાર્થીઓને તેમનું એકાઉન્ટ અગાઉથી એક્ટિવ કરવા અને APAAR ID તૈયાર રાખવા જણાવ્યું છે, જેથી પરિણામ આવતાની સાથે જ ડિજિટલ માર્કશીટ ડાઉનલોડ કરી શકાય.

જોકે, આજના સોશિયલ મીડિયાના જમાનામાં ફેક વેબસાઈટ અને એપનો પણ રાફડો ફાટ્યો છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં કેટલાક મેસેજમાં ફેક લિંક્સ અને વેબસાઈટની માહિતી આપવામાં આવી છે. આવી વેબસાઈટ અને લિંક્સથી વિદ્યાર્થીઓ તેમ જ વાલીઓએ સાવધ રહેવું એવી ચેતવણી પણ બોર્ડે ઉચ્ચારી છે. આ સિવાય બોર્ડે વિદ્યાર્થીઓને પરિણામ માત્ર ઓફિશિયલ પોર્ટલ પર જ ચેક કરવાની અપીલ પણ કરી છે.

સીબીએસઈ બોર્ડના ધોરણ 10માના વિદ્યાર્થીઓએ પોતાનું પરિણામ તપાસવા માટે કેટલીક જરૂરી માહિતી હાથવગી રાખવી પડશે. જેમાં વિદ્યાર્થીઓએ પોતાનો રોલ નંબર, સ્કૂલ નંબર અને એડમિટ કાર્ડ આઈડી તૈયાર રાખવા પડશે, જેથી સમય વેડફ્યા વિના ઝડપથી પોતાનું પરિણામ ઓનલાઈન ચકાસી શકે. 

સીબીએસઈનું રિઝલ્ટ ક્યાં ચેક કરશો- 

cbse.gov.in
results.cbse.nic.in
cbseresults.nic.in