Sun Sep 06 2026

Logo

CBIએ 9 વર્ષ બાદ 4 કરોડના બેંક ફ્રોડ કેસના આરોપીની ધરપકડ કરી...

2026-03-21 22:27:09
Author: Mumbai Samachar Team
CBIએ 9 વર્ષ બાદ 4 કરોડના બેંક ફ્રોડ કેસના આરોપીની ધરપકડ કરી...

નવી દિલ્હીઃ સીબીઆઈ (CBI)એ છેલ્લા 9 વર્ષથી ફરાર ચાલી રહેલા 4.11 કરોડ રૂપિયાના પીએનબી બેંક છેતરપિંડી કેસના આરોપી વિપિન રાઠીને ધરપકડ કરી છે. તે કોર્ટ દ્વારા ફરાર જાહેર કરવામાં આવ્યો હતો અને પોતાની ઓળખ છુપાવીને કામ કરી રહ્યો હતો. સીબીઆઈ એમને પકડીને હવે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. વર્ષ 2017માં કોર્ટ દ્વારા એમને ભાગેડું જાહેર કરાયો હતો. 

4.11 કરોડનું બેંક ફ્રોડ
આ કેસ અંદાજે 4.11 કરોડ રૂપિયાના બેંક ફ્રોડ સાથે જોડાયેલો છે, જેમાં પંજાબ નેશનલ બેંક (PNB)ની નજફગઢ શાખામાં આ છેત્તરપીંડી કરવામાં આવી હતી. CBIએ આ કેસ વર્ષ 2015માં નોંધ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે કેટલાક લોકોએ મળીને પૂર્વ કાવતરૂ રચીને બેંક સાથે છેતરપિંડી કરી હતી. આ સમગ્ર મામલામાં વિપિન રાઠીની પણ ભૂમિકા સામે આવી હતી.ચાર્જશીટ દાખલ થયા પછી પણ વિપિન રાઠી કોર્ટમાં હાજર થયો ન હોતો. ઘણી શોધખોળ છતાં તેનો કોઈ ભાળ મળી ન હતી. ત્યારબાદ 18 સપ્ટેમ્બર 2017ના રોજ કોર્ટએ તેને ફરાર જાહેર કર્યો હતો.

ઈનપુટ ચોક્કસ રીતે મળ્યા હતા
સીબીઆઈને તાજેતરમાં માહિતી મળી હતી કે આરોપી દિલ્હીના શાહદરા વિસ્તારના બલબીર નગરમાં ભાડાના મકાનમાં રહેતો હતો. એટલું જ નહીં, તે પોતાની ઓળખ છૂપાવીને રાધુ પેલેસ મોલ પાસે MCDની પાર્કિંગમાં નોકરી પણ કરતો હતો. ખાતરી થયા બાદ CBIએ ટેક્નિકલ સર્વેલન્સ અને સૂત્રોની મદદથી ઓપરેશન ચલાવ્યું અને 19 માર્ચ 2026ના રોજ આરોપીને તેના કાર્યસ્થળ પરથી ધરપકડ કરી લીધી. બીજી તરફ, દેહરાદૂનમાંથી એક મોટા અને લાંબા સમયથી ચાલતા ભ્રષ્ટાચાર કેસમાં મહત્વપૂર્ણ નિર્ણય આવ્યો છે. CBIની વિશેષ અદાલતે અંદાજે 55 લાખ રૂપિયાના PWD કૌભાંડમાં 8 સરકારી કર્મચારીઓને દોષિત ઠેરવીને 2-2 વર્ષની કડક સજા ફટકારી છે. આ સાથે કુલ 2.85 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

શું હતો આખો મામલો?
આ કેસ વર્ષ 2001-2002નો છે, જ્યારે હરિદ્વારના લોક નિર્માણ વિભાગ (PWD)માં તૈનાત કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓએ મળીને સરકારી નાણાંમાં ગડબડ કરી હતી. આરોપ હતો કે નકલી અને મંજૂરી વગરના વિભાગીય ચેક જારી કરીને લગભગ 55 લાખ રૂપિયા સરકારી ખજાનામાંથી કાઢી લેવામાં આવ્યા હતા. આ કેસની તપાસ CBIએ 9 ઓગસ્ટ 2003ના રોજ શરૂ કરી હતી, જે ઉત્તરાખંડ હાઈકોર્ટના આદેશ પરથી કરવામાં આવી હતી. કોર્ટે જેમને દોષિત ઠેરવ્યા તેમાં PWD હરિદ્વાર અને રૂડકીના કર્મચારીઓ તેમજ એક ટ્રેઝરી અધિકારીનો સમાવેશ થાય છે. તમામને 2 વર્ષની સજા ફટકારવામાં આવી છે. CBIએ 2005માં કુલ 20 આરોપીઓ (12 સરકારી અને 8 ખાનગી) સામે ચાર્જશીટ દાખલ કરી હતી.