Wed Aug 26 2026

Logo

નરહરિ ઝિરવળનો વીડિયો વાયરલ કરવા  બદલ વ્યંડળના ભાઇ વિરુદ્ધ ગુનો દાખલ

2026-03-31 19:10:00
Author: Yogesh D. Patel
નરહરિ ઝિરવળનો વીડિયો વાયરલ કરવા  બદલ વ્યંડળના ભાઇ વિરુદ્ધ ગુનો દાખલ

મુંબઈ: રાજ્યના પ્રધાન અને એનસીપીના નેતા નરહરિ ઝિરવળનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કથિત ચેડાં સાથેનો વીડિયો વાયરલ કરવા પ્રકરણે મુંબઈ પોલીસે વ્યંડળના ભાઇ સામે ગુનો દાખલ કર્યો હતો.

ગયા અઠવાડિયે સોશિયલ મીડિયા પર નરહરિ ઝિરવળનો ‘વાંધાજનક’ વીડિયો સામે આવ્યા બાદ તેઓ વિવાદમાં ફસાયા હતા. કથિત વીડિયોમાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) પ્રધાન તેમના સત્તાવાર નિવાસસ્થાને વ્યંડળ સાથે વાંધાજનક સ્થિતિમાં જોવા મળ્યા હતા.

વ્યંડળે આ પ્રકરણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેના અમુક વીડિયો કેટલાક દિવસ પહેલા રેકોર્ડ કરાયા હતા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તેની સાથે ચેડાં કરાયાં હતાં.

વ્યંડળના ભાઇએ બ્લેકમેઇલના પ્રયાસના ભાગરૂપે આ વીડિયો વાયરલ કર્યા હતા અને તેણે રૂપિયા અથવા પ્રધાનના વિભાગમાં નોકરીની માગણી કરી હતી.

દરમિયાન ચેડાં કરાયેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વ્યંડળે કફ પરેડ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધીને ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે આ ફરિયાદને આધારે વ્યંડળના ભાઇ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તેમ જ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. (પીટીઆઇ)