Sat Jun 06 2026

Logo

કોંગ્રેસમાં કમબેકની ચર્ચા વચ્ચે અમરિંદર સિંહની શાહ સાથે મુલાકાત, પંજાબના રાજકારણમાં કંઈ મોટું થવાના એંધાણ

2026-06-06 19:20:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ પંજાબમાં ચૂંટણી પહેલા રાજકીય પક્ષમાં સમીકરણ બનાવાના શરૂ થઈ ગયા છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચોક્કસ યોજના બનાવવાનું ચાલું કરી દીધું છે. પંજાબના કેપ્ટન તરીકે ઓળખાતા પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ ફરી રાજકીય રીતે સક્રિય થઈ શકે છે અને કોંગ્રેસમાં કોઈ મોટું નેતૃત્વ સંભાળી શકે છે એવી ચર્ચા શરૂ થઈ છે.

પંજાબમાં આ ચર્ચાનો માહોલ ગરમાઈ રહ્યો છે આ પાછળનું કારણ એ છે કે, તેમણે નવી દિલ્હીમાં જઈને કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે. હવે રાજકીય સમીકરણમાં અન્ય મુદ્દાઓ ઉમેરાઈ રહ્યા છે. કોંગ્રેસમાં કમબેક કરવાની વાત વચ્ચે અમિત શાહ સાથે એમની મુલાકાતનો ફોટો અનેક નવા મુદ્દાઓને જન્મ આપી રહ્યો છે. 

નવી ઈનિંગ્સ રમવાના મૂડમાં

કેપ્ટન અમરિંદર સિંહ ફરી એકવાર નવી રાજકીય ઈનિંગ રમવાના મૂડમાં હોય એવું જોવા મળ્યું છે. પંજાબના રાજકારણમાં છેલ્લા એક અઠવાડિયાથી ચર્ચા એવી હતી કે, અમરિંદર સિંહ કોંગ્રેસમાં કમબેક કરવાના છે. આ માટે દિલ્હીના હાઈકમાન્ડ સુધી પણ વાત વહેતી થઈ ગઈ હતી. સૂત્રો ત્યાં સુધી જણાવે છે કે, દિલ્હીમાં મુલાકાતનો શેડ્યુલ પણ ગોઠવાયો હતો.

પંજાબ કોંગ્રેસના અધિક્ષકે ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને કેપ્ટન બન્ને પંજાબના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. મંત્રી તરીકે રહેવા કરતા બન્ને ખૂબ સારા મિત્રો પણ છે. લાંબા સમય સુધી કામ કરવાનો અને સાથે આગળ વધવાનો અનુભવ ધરાવે છે. હવે બન્ને વચ્ચે કોઈ મુદ્દે વાતચીત થઈ હોય તો મને એની ખબર નથી. આ માહોલ વચ્ચે અચાનક દિલ્હીમાંથી અમિત શાહ સાથે એમની મુલાકાતનો ફોટો સામે આવ્યો છે. 

એક ફોટોએ ગણિત ફેરવી નાંખ્યું

આ ફોટોએ અનેક રાજકીય નેતાઓને ચોંકાવી દીધા છે, ખાસ કરીને કોંગ્રેસ પક્ષના પદાધિકારીઓ અમરિંદર સિંહની વાતને લઈને ક્યાસ લગાવી રહ્યા છે. હવે મુદ્દો એ છે કે, આખરે પંજાબમાં ચાલી શું રહ્યું છે? અમરિંદર સિંહ રાજકીય લોબીમાં કમબેક કરે છે તો એ પહેલા એનો એજન્ડા શું છે?સમય એક એવો પણ હતો કે, પંજાબ ભાજપના અધ્યક્ષ તરીકે જ્યારે કેવલ સિંહ ઢિલ્લોનને જવાબદારી સોંપવામાં આવી ત્યારે અમરિંદર સિંહ નારાજ થયા હતા.

નારાજગી વ્યક્ત કરતા કેપ્ટને કેવલ સિંહને અસક્ષમ જાહેર કર્યા હતા. એ સમયે રાહુલ ગાંધીના વખાણ કર્યા અને કોંગ્રેસ કલ્ચરની સિદ્ઘિ ગણાવી દીધી હતી. આ વાત પરથી એવું લાગતું  હતું કે, તેઓ કોંગ્રેસમાં આવી શકે છે. પણ એક ફોટોએ રાજકીય ગણિત ફેરવી નાંખ્યું. હવે એ વાત પર તો વિરામ મૂકાઈ ગયું છે કે, તેઓ કોંગ્રેસમાં આવવા તૈયારી કરી રહ્યા છે.