Mon Aug 17 2026

Logo

ગણતરીના કલાકોમાં રચાશે 'બુધાદિત્ય યોગ'! શિવજીના આશીર્વાદથી આ ૪ રાશિઓ થશે માલામાલ, ચમકી જશે કિસ્મત!

2026-08-09 16:54:55
Author: Darshana Visaria
Article Image

Chat GPT Generated Image


આવતીકાલે એટલે કે 10મી ઓગસ્ટ, 2026ના સોમવારનો દિવસ ધાર્મિક અને જ્યોતિષીય બંને દ્રષ્ટિકોણથી અત્યંત દુર્લભ અને પવિત્ર સંયોગ લઈને આવી રહ્યો છે. પંચાંગ અનુસાર, આ દિવસે ગ્રહોનો રાજા સૂર્ય અને બુદ્ધિ-ચતુરતાનો કારક ગ્રહ બુધ કર્ક રાશિમાં એકસાથે બિરાજમાન રહેશે. સૂર્ય અને બુધના આ પવિત્ર મિલનથી 'બુધાદિત્ય રાજયોગ'નું નિર્માણ થઈ રહ્યું છે. 
જ્યોતિષશાસ્ત્રમાં આ રાજયોગને જ્ઞાન, પદ-પ્રતિષ્ઠા, બૌદ્ધિક ક્ષમતા અને આર્થિક સમૃદ્ધિ આપનારો માનવામાં આવે છે. સોમવારના પવિત્ર દિવસે રચાઈ રહેલાં આ રાજયોગ સાથે ભગવાન ભોળાનાથના વિશેષ આશીર્વાદ ઉમેરાતા ચાર ચોક્કસ રાશિના જાતકો માટે પ્રગતિના નવા દ્વાર ખોલવા જઈ રહ્યા છે. ચાલો જોઈએ કઈ છે આ ચાર ભાગ્યશાળી રાશિઓ...

વૃષભ:
વૃષભ રાશિના ત્રીજા ભાવમાં આ રાજયોગ રચાવાથી તમારા સાહસ, પરાક્રમ અને આત્મવિશ્વાસમાં મોટો વધારો થશે. ભાઈ-બહેનોનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે અને લાંબા સમયથી અટકેલા અગત્યના કામો ઝડપથી પૂરા થશે. નોકરીયાત વર્ગના કાર્યક્ષેત્રે પ્રદર્શનના વખાણ થશે અને નવી ઉત્તમ તકો મળી શકે છે.

કર્ક:
સૂર્ય અને બુધની યુતિ તમારી જ રાશિમાં (પ્રથમ ભાવમાં) થઈ રહી છે, જે તમારા વ્યક્તિત્વ અને આકર્ષણમાં વધારો કરશે. કાર્યસ્થળે તમારી લીડરશિપ ક્વોલિટી (નેતૃત્વ ક્ષમતા) મજબૂત બનશે અને સમાજમાં માન-સન્માન વધશે. વ્યાપાર સાથે જોડાયેલા લોકોને અચાનક મોટો ફાયદો કે અગત્યની ડીલ ફાઈનલ થઈ શકે છે.

કન્યા:
તમારી રાશિથી અગિયારમા (લાભ) ભાવમાં બુધાદિત્ય યોગ બનવાથી તમારી આવકમાં નોંધપાત્ર વધારો થશે. જૂના રોકાણો અથવા ભૂતકાળના વ્યાવસાયિક સોદાઓમાંથી અણધાર્યો મોટો નફો મળી શકે છે. મોટા ભાઈ-બહેનો અને ઓફિસમાં સિનિયર અધિકારીઓનું માર્ગદર્શન સફળતાના માર્ગ ખોલશે.

વૃશ્ચિક:
ભાગ્ય ભાવ (નવમા ભાવ) માં બુધાદિત્ય યોગનું નિર્માણ તમારા તમામ અટકેલા કાર્યો પૂરા કરાવશે. ઉચ્ચ શિક્ષણ મેળવી રહેલા વિદ્યાર્થીઓ કે લાંબા અંતરની ધાર્મિક યાત્રા કરવા ઈચ્છતા લોકો માટે શુભ તકો સર્જાશે. નાણાકીય સ્થિતિ પહેલાં કરતાં વધારે મજબૂત બનશે અને કરિયરમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત થશે.