જ્યોતિષશાસ્ત્રમાં બુદ્ધિ, વાણી અને વેપારના કારક ગ્રહ બુધ દેવનું મોટું મહત્વ છે. 23મી મે 2026ના રોજ ગ્રહોના રાજકુમાર બુધ પાછા ઉદિત થવા જઈ રહ્યા છે. જ્યારે પણ કોઈ ગ્રહ અસ્ત થાય છે ત્યારે તેનો પ્રભાવ નબળો પડે છે, પરંતુ તેનો ઉદય થતાં જ તેની શક્તિ અને પ્રભાવમાં વધારો જોવા મળે છે. 27મી એપ્રિલથી અસ્ત અવસ્થામાં રહેલાં બુધનો ચાર દિવસ બાદ એટલે કે 23મી મેના રોજ પાછા ઉદય થઈ રહ્યો છે. બુધનું ઉદય થવું એ ચાર રાશિના જાતકો માટે કરિયર અને આર્થિક મોરચે સુવર્ણ તકો લઈને આવશે. ચાલો જોઈએ આખરે કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ...
વૃષભઃ
વૃષભ રાશિના જાતકો માટે બુધનો ઉદય અત્યંત શુભ સાબિત થશે. નોકરીયાત વર્ગને પ્રમોશન અને કાર્યસ્થળ પર કોઈ મોટી સત્તા કે જવાબદારી મળી શકે છે. તમારા કામની વરિષ્ઠ અધિકારીઓ મુક્ત કંઠે પ્રશંસા કરશે. વ્યાપારમાં મોટો આર્થિક નફો થવાના પ્રબળ યોગ છે. જો તમે લાંબા સમયથી નવું વાહન કે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ૨૩ મે પછી તમારું આ સપનું સાકાર થઈ શકે છે.
મિથુનઃ
બુધના ઉદય સાથે જ મિથુન રાશિના જાતકોના જીવનમાં આવી રહેલી અડચણો દૂર થશે. લાંબા સમયથી અટવાયેલા કાર્યો ફરી ઝડપથી શરૂ થઈ જશે. જે યુવાનો નવી નોકરીની શોધમાં ભટકી રહ્યા છે, તેમને આ સમયગાળા દરમિયાન મનપસંદ કંપનીમાંથી ઓફર લેટર મળી શકે છે. જો તમે પાર્ટનરશિપ (ભાગીદારી) માં વ્યાપાર કરો છો, તો આ સમયે બમ્પર કમાણી થશે અને ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે.
સિંહઃ
સિંહ રાશિના જાતકો માટે બુધનો આ ઉદય સકારાત્મક ઉર્જા લઈને આવશે. તમને દરેક પગલે ભાગ્યનો પૂરો સાથ મળશે. ખાસ કરીને જે જાતકો સરકારી નોકરી કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, તેમના માટે આ સમય ગોલ્ડન સાબિત થઈ શકે છે. વ્યાપાર કે પ્રોજેક્ટ અર્થે તમે કોઈ મોટી લક્ઝરી ટ્રિપ (વિદેશ પ્રવાસ) પર જઈ શકો છો, જે ભવિષ્યમાં ભારે નફાકારક સાબિત થશે.
કન્યાઃ
બુધના ઉદિત થવાથી કન્યા રાશિના જાતકોના કરિયરમાં રોકેટ ગતિએ પ્રગતિ જોવા મળશે. બિઝનેસ કરતા લોકો આ સમયે માર્કેટમાં ધૂમ કમાણી કરશે અને કોઈ મોટી બિઝનેસ ડીલ ફાઇનલ થવાના મજબૂત સંકેત છે. તમારો આત્મવિશ્વાસ સાતમા આસમાને રહેશે. આ સમયગાળા દરમિયાન આકસ્મિક ધનલાભ થવાથી તમારું બેંક બેલેન્સ ઝડપથી વધશે અને આર્થિક તંગી કાયમ માટે દૂર થશે.