વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાજકુમાર ગણાતા બુધ ગ્રહને બુદ્ધિ, વિવેક, વાણી, વ્યાપાર, તર્કશક્તિ અને સંવાદનો કારક માનવામાં આવે છે. બુધ ગ્રહ સમય-સમય પર પોતાની રાશિ અને નક્ષત્રમાં ફેરફાર કરીને તમામ 12 રાશિઓ પર વિશેષ પ્રભાવ પાડે છે. આ ક્રમમાં 15 ઓગસ્ટ, 2026ના રોજ રાત્રે 10.40 વાગ્યે બુધ ગ્રહ પોતાની ચાલ બદલીને આશ્લેષા નક્ષત્ર માં પ્રવેશ કરશે.
મુંબઈ જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આશ્લેષા નક્ષત્રના સ્વામી સ્વયં બુધ છે. જ્યોતિષશાસ્ત્રના નિયમ મુજબ, જ્યારે કોઈ ગ્રહ પોતાના જ સ્વામિત્વ વાળા નક્ષત્રમાં ગોચર કરે છે, ત્યારે તેનો પ્રભાવ અનેક ગણો વધુ શક્તિશાળી અને સકારાત્મક બની જાય છે. બુધના આ નક્ષત્ર પરિવર્તનથી જાતકોને ગુપ્ત શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે, લાંબા સમયથી ચાલી આવતી આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળશે અને કરિયરમાં પ્રગતિના નવા દ્વાર ખુલશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ...
મેષ:
મેષ રાશિના જાતકો માટે આ નક્ષત્ર પરિવર્તન આર્થિક મોરચે અત્યંત શુભ સાબિત થશે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે અને અટવાયેલા નાણાં પરત મળવાની પ્રબળ શક્યતા છે. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓનો પૂરો સાથ-સહકાર મળશે, જ્યારે વેપારી વર્ગ માટે નવી નફાકારક ડીલ થવાના યોગ છે.
મિથુન:
મિથુન રાશિના જાતકો પોતાની વાણી અને સંવાદ કૌશલ્યના દમ પર મોટી સફળતા પ્રાપ્ત કરશે. બિઝનેસમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો ફાયદાકારક સાબિત થશે. ખાસ કરીને મીડિયા, લેખન, માર્કેટિંગ અને બેન્કિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને પ્રમોશન અથવા નવી જવાબદારી મળી શકે છે. પારિવારિક જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે.
કન્યા:
કન્યા રાશિના સ્વામી ખુદ બુધ હોવાથી આ ગોચર તમારા માટે વિશેષ ફળદાયી રહેશે. તમારી નિર્ણય લેવાની ક્ષમતા વધુ મજબૂત બનશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સારા સમાચાર મળી શકે છે. નોકરિયાતો માટે બદલી કે પ્રમોશનના અનુકૂળ સંજોગો સર્જાશે.
કુંભ:
કુંભ રાશિના જાતકો માટે આ સમય સકારાત્મક પરિવર્તન લઈને આવી રહ્યો છે. આત્મવિશ્વાસમાં અભૂતપૂર્વ વધારો થશે, જેનાથી મુશ્કેલ પડકારો પણ સરળ બનશે. આર્થિક સ્થિતિ મજબૂત થવાની સાથે પરિવાર સાથે કોઈ માંગલિક કે ધાર્મિક યાત્રાનો સુંદર યોગ બનશે. સ્વાસ્થ્યમાં પણ સારો સુધારો જોવા મળશે.