Mon Aug 17 2026

Logo

48 કલાકમાં ગ્રહોના રાજકુમાર કરશે નક્ષત્ર પરિવર્તન, ચાર રાશિના જાતકોના થશે અચાનક ધનલાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

2026-08-13 17:59:36
Author: Darshana Visaria
Article Image

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાજકુમાર ગણાતા બુધ ગ્રહ ને બુદ્ધિ, વિવેક, વાણી, વ્યાપાર, તર્કશક્તિ અને સંવાદનો કારક માનવામાં આવે છે. બુધ ગ્રહ સમય-સમય પર પોતાની રાશિ અને નક્ષત્રમાં ફેરફાર કરીને તમામ 12 રાશિઓના જીવન પર ઊંડી અસર છોડે છે. 15મી ઓગસ્ટ, 2026ના રોજ રાત્રે 10.49 વાગ્યે બુધ ગ્રહ પોતાની ચાલ બદલીને આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે.

આશ્લેષા નક્ષત્રના સ્વામી સ્વયં બુધ છે. જ્યોતિષશાસ્ત્રના નિયમ મુજબ, જ્યારે કોઈ પણ ગ્રહ પોતાના જ સ્વામિત્વ વાળા નક્ષત્રમાં પ્રવેશ કરે છે, ત્યારે તેનો પ્રભાવ અને શુભ ફળ આપવાની ક્ષમતા બમણી થઈ જાય છે. આ નક્ષત્ર પરિવર્તનથી જાતકોને ગુપ્ત શત્રુઓ પર વિજય મળશે, અટકેલાં નાણાં પરત મળશે અને કરિયરમાં પ્રગતિના નવા દ્વાર ખુલશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ... 

મેષઃ
મેષ રાશિના જાતકો માટે આ નક્ષત્ર પરિવર્તન આર્થિક મોરચે અત્યંત શુભ સાબિત થશે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે અને લાંબા સમયથી અટવાયેલા નાણાં પરત મળવાની શક્યતા છે. કરિયરમાં વરિષ્ઠ અધિકારીઓનો પૂરો સહયોગ મળશે, જ્યારે વ્યાપારીઓને કોઈ નવી અને નફાકારક ડીલ મળી શકે છે.

મિથુનઃ
મિથુન રાશિના જાતકો માટે આ સમય પોતાની વાણી અને સંવાદ કૌશલ્યના દમ પર મોટી સફળતા અપાવનારો રહેશે. બિઝનેસમાં લેવાયેલા નિર્ણયો સાચા સાબિત થશે. મીડિયા, લેખન, માર્કેટિંગ, કન્ટેન્ટ અને બેન્કિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને પ્રમોશન કે નવી મોટી જવાબદારી મળી શકે છે.

કન્યાઃ
કન્યા રાશિના સ્વામી સ્વયં બુધ હોવાથી આ ગોચર કન્યા રાશિના લોકો માટે વિશેષ ફળદાયી રહેશે. તમારી નિર્ણય લેવાની ક્ષમતામાં મોટો સુધારો થશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને શુભ સમાચાર મળશે. નોકરિયાતો માટે પ્રમોશન કે ઇચ્છિત જગ્યાએ બદલીના યોગ બની રહ્યા છે.

કુંભઃ
કુંભ રાશિના જાતકો માટે આ સમય જીવનમાં સકારાત્મક બદલાવ લાવશે. આત્મવિશ્વાસમાં અદભુત વધારો થશે, જેથી તમે દરેક પડકારનો સામનો સરળતાથી કરી શકશો. આર્થિક સ્થિતિ મજબૂત થશે અને પરિવાર સાથે કોઈ ધાર્મિક કે માંગલિક યાત્રાનો પ્લોટ બની શકે છે.