આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને દરરોજ સોશિયલ મીડિયા પર જાત જાતના વીડિયો વાઈરલ થતાં હોય છે. વાઈરલ થતાં વીડિયોમાંથી કેટલાક તમારા જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરનારા હોય છે તો કેટલાક એટલા રમૂજી હોય છે કે તમે પેટ પકડીને હસવા પર મજબૂર થઈ જશો. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં લગ્ન મંડપમાં વરરાજા વધુના હાથે રસગુલ્લા ખાવાની ના પાડી દે છે અને પછી વધુ જે કરે એ ખરેખર ખૂબ જ ચોંકાવનારું છે. ચાલો તમને આ સ્ટોરી જણાવીએ વીડિયોની આગે કી કહાની...
ભારતીય લગ્નોમાં ઘણીવાર એવી ઘટનાઓ બનતી હોય છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે, પરંતુ હાલમાં સામે આવેલા એક વીડિયોએ નેટીઝન્સને હસવા પર મજબૂર કરી દીધા છે. એક ગ્રામીણ લગ્નમાં મીઠાઈ ખવડાવવાની વિધિ દરમિયાન દુલ્હનનો પારો સાતમા આસમાને પહોંચી ગયો અને તેણે સ્ટેજ પર જ વરરાજાને જોરદાર લાફો ઝીંકી દીધો હતો.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં જોવા મળે છે કે સ્ટેજ પર નવવધુ ખૂબ જ પ્રેમથી વરરાજાને મીઠાઈ ખવડાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ વરરાજા મોઢું ખોલવાને બદલે વારંવાર આનાકાની કરે છે. વરરાજાના વધુ પડતા નખરાં જોઈને દુલ્હન ગુસ્સે થઈ જાય છે અને બધાની હાજરીમાં વરરાજાને ગાલ પર જોરદાર તમાચો મારી દે છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે અને આ વીડિયોમાં જોવા મળેલી વધુની પ્રતિક્રિયા કરતાં સૌથી વધુ ચર્ચા વરરાજાએ આપેલી પ્રતિક્રિયાની થઈ રહી છે, કારણ કે થનારી પત્નીના હાથે જાહેરમાં મહેમાનો હાજરીમાં લાફો ખાધા પછી પણ તે બિલકુલ વિરોધ કર્યા વગર શાંતિથી ઉભો રહે છે.
સોશિયલ મીડિયા પર આ રમુજી વીડિયો જોઈને યુઝર્સ મજેદાર કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે લગ્ન પહેલા જ ખબર પડી ગઈ કે કંટ્રોલ કોના હાથમાં છે. જ્યારે બીજા એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે ભાઈની જિંદગીમાં લોકશાહી ખતમ થઈ ગઈ છે. તમે પણ આ વાઈરલ વીડિયો જોયો કે નહીં...