દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
રોહિત-ગિલની હાફ સેન્ચુરી, પણ ગિલની વિકેટ પછી લક્ષ્યાંક ઘણો દૂર
લૉર્ડ્સની નિર્ણાયક વન-ડેમાં ઇંગ્લૅન્ડે જીતવા 388 રનનો લક્ષ્યાંક આપ્યા બાદ ભારતે શાંત અને સાવચેતીભરી શરૂઆત કર્યા બાદ બન્ને ઓપનર રોહિત શર્મા (67 નૉટઆઉટ, 62 બૉલ, બે સિક્સર, નવ ફોર) અને કૅપ્ટન શુભમન ગિલ (77 રન, 84 બૉલ, એક સિક્સર, દસ ફોર)ની જોડીએ રમનશીનને વેગ આપ્યો હતો અને 24 ઓવરમાં ભારતનો સ્કોર વિના વિકેટે 146 રન હતો. જોકે ગિલ પચીસમી ઓવરમાં રાશીદના બૉલમાં એલબીડબ્લ્યૂ થઈ ગયો હતો અને ભારતનો સ્કોર 1/147 હતો. ભારતે હજી 25.4 ઓવરમાં 241 રન બનાવવાના બાકી હતા. ઇંગ્લૅન્ડે ત્રણ વિકેટે 387 રન બનાવ્યા હતા જેમાં બેન ડકેટના 141 રન અને જેકબ બેથેલના 91 રન તેમ જ જૉ રૂટના અણનમ 74 રન હતા.

રામ મંદિર દાન ચોરી કેસનો સ્ટેટ્સ રિપોર્ટ SIT એ સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યો
રામ મંદિર દાન ચોરી કેસમાં એસઆઈટીએ પોતાનો સ્ટેટસ રિપોર્ટ સીલબંધ કવરમાં સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યો છે. જેની ન્યાયાધીશ આગેવાની હેઠળની ત્રણ જજોની બેન્ચ સોમવારે આ મામલાની સુનાવણી કરશે. ઉત્તર પ્રદેશના અયોધ્યાના રામ મંદિર દાન ચોરીની ફરિયાદ બાદ યુપી સરકારે એસઆઈટીની રચના કરી હતી.
દેશમાં પાણીનું સંકટ ઘેરાયું,17 મોટા જળાશયોમાં 50 ટકાથી ઓછો જળસંગ્રહ
દેશના ચોમાસાની શરૂઆત થયા બાદ ગત વર્ષની સરખામણીએ અનેક રાજ્યોમાં ઓછા પડેલા વરસાદે ચિંતા વધારી છે.જેમાં સેન્ટ્રલ વોટર કમિશનના તાજેતરના અહેવાલ મુજબ દેશભરના 166 મુખ્ય જળાશયોમાં પાણીનું સ્તર ગત વર્ષની સરખામણીમાં નોંધપાત્ર રીતે ઓછું છે. તેમજ દેશના 17 મુખ્ય જળાશયોમાં પાણી સંગ્રહનું સ્તર સામાન્ય ક્ષમતાના 50 ટકા કરતા ઓછું નોંધાયું છે.
ક્રિષ્નાએ બ્રિટિશ ઓપનર્સની 192ની ભાગીદારી તોડી, બેથેલ 91 રન પર આઉટ
લૉર્ડ્સમાં ભારત સામેની નિર્ણાયક વન-ડેમાં ઇંગ્લૅન્ડે બૅટિંગ લીધા બાદ અસાધારણ શરૂઆત કરી અને ભારતના તમામ પાંચ બોલરને ખૂબ હંફાવ્યા, પણ ઓપનર જેકબ બેથેલ (91 રન, 93 બૉલ, બે સિક્સર, અગિયાર ફોર) નવ રન માટે બીજી વન-ડે સેન્ચુરી ચૂકી ગયો હતો. પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ તેને ડીપ બૅકવર્ડ સ્ક્વેર લેગ પર રોહિત શર્માના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. ક્રિષ્નાએ ટીમને બે્રકથ્રુ અપાવ્યું, પણ એ પહેલાં બેન ડકેટ (89 નૉટઆઉટ) અને બેથેલ (91 રન) વચ્ચે 192 રનની તોતિંગ ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. 32મી ઓવરને અંતે બ્રિટિશ ટીમનો સ્કોર 1/202 હતો અને ટીમનો સ્કોર 340 રન સુધી પહોંચી શકે.

ભારતના આંધ્રપ્રદેશમાં કોરોનાના 16 કેસ અને એક મૃત્યુથી ચિંતા વધી
ભારતમાં ફરી એક વાર કોરોના નવા વેરિયન્ટની એન્ટ્રીએ આરોગ્ય મંત્રાલયની ચિંતા વધારી દીધી છે. જેમાં ચીનમાં વધતાં કોરોનાના કેસ વચ્ચે આંધ્રપ્રદેશમાં કોરોનાના નવા વાયરસના કેસો પ્રકાશમાં આવ્યા છે. જેમાં 16 કેસ અને એક વ્યક્તિના મૃત્યુની પૃષ્ટિ કરવામાં આવી છે.
ઇરાને કુવૈત પર હુમલો કર્યો, અમેરિકાએ ઇરાનને આપી ચેતવણી
અમેરિકા અને ઇરાન વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં ઇરાને કુવૈત પર હુમલો કર્યો હતો. તેની બાદ કુવૈતે જણાવ્યું હતું કે આ હુમલા બાદ એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ કરવામાં આવી છે. તેમજ ઈરાનના હુમલામાં અમેરિકન સૈનિકો માર્યા ગયા છે. જેના પગલે અમેરિકાએ પણ ઈરાનને ચેતવણી આપીને ફરી હુમલા શરૂ કર્યા છે.
વંદે માતરમના અપમાન પર ત્રણ વર્ષની સજા, મોનસુન સત્રમાં રજૂ કરાશે બિલ
કેન્દ્ર સરકાર સોમવારથી શરૂ થઇ રહેલા સંસદના શિયાળુ સત્રમાં અનેક મહત્વના બિલો રજૂ કરવાની છે. આ દરમિયાન સંસદના પ્રથમ દિવસે જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ રાષ્ટ્ર ગીત વંદે માતરમને લઈને એક બિલ રજૂ કરવાના છે. જેમાં જો કોઇ વ્યક્તિ જાણી જોઇને રાષ્ટ્ર ગીતનું અપમાન કરશે તો તેને ત્રણ વર્ષની જેલની સજાની જોગવાઇ છે.
ઇંગ્લૅન્ડે બૅટિંગ પસંદ કરી, બુમરાહ ઇલેવનમાં નથી
લૉર્ડ્સમાં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે આજે ત્રીજી અને નિર્ણાયક વન-ડે રમાશે. ઇંગ્લૅન્ડે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી છે. બુમરાહ ફિટનેસ ટેસ્ટ પાસ ન કરી શક્યો હોવાથી આજે પ્લેઈંગ ઇલેવનમાં નથી. બંને ટીમ 1-1ની બરાબરીમાં છે. રોહિત શર્માની સંભવિત નિવૃત્તિની વાતોને લીધે આ મૅચ પર સમગ્ર ક્રિકેટ જગતનું ધ્યાન છે.
મધ્ય પ્રદેશમાં પણ યુસીસી લાગુ કરવાની તૈયારી, કેબિનેટે મુસદ્દાને મંજૂરી આપી
ભાજપ શાસિત રાજ્યોમાં યુસીસી લાગુ કરવામાં આવી રહ્યું છે. જેમાં આ જ કડીમાં હવે મધ્ય પ્રદેશ પણ જોડાયું છે. આ અંગે મધ્ય પ્રદેશ કેબિનેટની બેઠકમાં યુસીસીના મુસદ્દાને મંજૂરી આપી દેવામાં આવી છે. તેમજ તેને સોમવારથી શરૂ થઈ રહેલા વિધાનસભામાં સત્રમાં રજૂ કરીને મંજૂર કરવામાં આવશે.
ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરુ થયો છે
આ વખતે ફરી દક્ષિણ ગુજરાત પર વરસાદની મહેરબાની જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં ( 18 જુલાઇ સવારે 6 વાગ્યાથી 19 જુલાઈ સવારે 6 વાગ્યા સુધી) રાજ્યના 34 તાલુકામાં અડધાથી અઢી ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ તાપીના વાલોદમાં 2.44 ઇંચ વરસાદ વરસ્યો છે.
ગુજરાતમાં છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
આજે 19 જુલાઈને રવિવારે ગુજરાત સાર્વત્રિક વરસાદની આગાહી છે. તમામ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી પ્રમાણે આજે રાજ્યના છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દાદરા - નગર હવેલીમાં આજે ભારે વરસાદ થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. બાકી કેટલીક જગ્યાએ આજે વાદળછાયું વાતાવરણ રહેવાનું છે.
આજે 19 જુલાઈને રવિવારે ગુજરાત સાર્વત્રિક વરસાદની આગાહી છે. તમામ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી પ્રમાણે આજે રાજ્યના છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દાદરા - નગર હવેલીમાં આજે ભારે વરસાદ થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. બાકી કેટલીક જગ્યાએ આજે વાદળછાયું વાતાવરણ રહેવાનું છે.