Sat Oct 03 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ :01 July 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-07-01 07:37:00
Author: Mumbai Samachar Team
બ્રેકિંગ ન્યૂઝ :01 July 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-07-01 22:39:45

હવે અભિષેક નહીં, ઇશાન વર્લ્ડ નંબર-વન

ઇશાન કિશન આઇસીસી ટી-20 બૅટ્સમેન રૅન્કિંગમાં ભારતના જ અભિષેકના સ્થાને નંબર-વન થઈ ગયો છે. તે આ સિદ્ધિ મેળવનાર ચોથો ભારતીય ખેલાડી છે. ન્યૂ ઝીલૅન્ડનો મૅટ હેન્રી ઇંગ્લૅન્ડ સામેની અંતિમ ટેસ્ટ ન રમ્યો એટલે જસપ્રીત બુમરાહ ટેસ્ટમાં ફરી એકલો નંબર-વન બની ગયો છે. ટેસ્ટના બૅટ્સમેનોમાં જૉ રૂટના સ્થાને ટ્રૅવિસ હેડ સર્વોચ્ચ ક્રમાંકે આવી ગયો છે.

2026-07-01 21:32:37

અમદાવાદને મળ્યાં નવા પોલીસ કમિશ્નર

અમદાવાદઃ સુરતના પોલીસ કમિશ્નરની અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે બદલી કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે IPS અનુપમસિંહ ગેહલોત અમદાવાદના નવા પોલીસ કમિશ્નર બન્યાં છે. ગુજરાત ગૃહ વિભાગ દ્વારા આની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી છે. આઈપીએસ અનુપમસિંહ ગેહલોત ગુજરાતના એક ખૂબ જ અનુભવી અને સક્ષમ સિનિયર પોલીસ અધિકારી છે, હવે તમને અમદાવાદ શહેરની જવાબદારી સોંપવામાં આવી છે.

2026-07-01 19:13:40

રાજસ્થાનના બસ-ટ્રક વચ્ચે અકસ્માત: 8 લોકોના મોત

રાજસ્થાનના દૌસા જિલ્લામાં એક્સપ્રેસ વે પર એક ખાનગી ટ્રાવેલ્સની બસ અને ટ્રક વચ્ચે અથડામણ થતાં બંને વાહનોમાં આગ લાગી ગઈ હતી. આ દુર્ઘટનામાં 5 લોકો જીવતા સળગી જવાથી અને અન્ય લોકો ગંભીર ઈજાઓ થવાથી કુલ 8 લોકોના મોત નીપજ્યા છે.

2026-07-01 18:17:48

MJPJAY પર હવે AI રાખશે નજર

મહાત્મા જ્યોતિબા ફૂલે જન આરોગ્ય યોજના (MJPJAY)માં છેતરપિંડી રોકવા માટે AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને ફ્લાઇંગ સ્ક્વોડની મદદ લેવામાં આવશે અને દોષિત હોસ્પિટલો સામે કડક પગલાં લેવાશે, એમ મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું.

2026-07-01 14:54:11

કાશ્મીરના ડોડામાં વાદળ ફાટ્યું

જમ્મુ કાશ્મીરના ડોડાના ભલેસાના ખલજુગાસર વિસ્તારમાં વાદળ ફાટ્વાને કારણે બાગબગીચા અને સંપત્તિને મોટું નુકસાન થયું છે, જ્યારે રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા હોવાથી સમગ્ર વિસ્તારનો સંપર્ક તૂટી ગયો હોવાનું પ્રશાસને જણાવ્યું.

2026-07-01 13:00:40

મુંબઈમાં વરસાદથી ભરાયા પાણી, અંધેરી વેસ્ટમાં વૃક્ષ ધરાશાયી

મુંબઈમાં વરસાદથી અંધેરી વેસ્ટમાં લોખંડવાળા સર્કલ પાસે પાણી ભરાયા છે. આ ઉપરાંત શહેરના અનેક વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. અંધેરી વેસ્ટમાં  વિશાળ વૃક્ષ ધરાશાયી થયું છે.

2026-07-01 12:37:55

રાજ્યમાં બપોરે 12 વાગ્યા સુધીમાં 42 તાલુકામાં વરસાદ

SEOC મુજબ રાજ્યમાં આજે સવારે 6 થી બપોરના 12 વાગ્યા સુધીમાં 42 તાલુકામાં વરસાદ પડ્યો છે. વાપીમાં સૌથી વધુ 4.84 ઇંચ વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લામાં વરસાદ વરસ્યો છે.

2026-07-01 12:24:54

અમેરિકાએ અમદાવાદની એક સહિત 4 કંપની પરથી પ્રતિબંધ ઉઠાવ્યા

ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર પર અંતિમ મહોર મારવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, તે દરમિયાન અમેરિકાએ ભારતીય કંપનીઓને એક મોટી રાહત આપી છે. રશિયા સાથે વેપાર કરવાના કારણે અમેરિકાએ જે ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા હતા, તેમાંથી 4 કંપનીઓને હવે ટ્રેઝરી પ્રતિબંધોની યાદીમાંથી મુક્ત કરવામાં આવી છે. જે કંપનીઓને આ બ્લેકલિસ્ટમાંથી મુક્ત કરવામાં આવી છે, તેમાં આરઆરજી એન્જિનિયરિંગ ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ, લોકેશ મશીન્સ લિમિટેડ, અમદાવાદ સ્થિત ગેલેક્સી બેરિંગ્સ લિમિટેડ અને શૌર્ય એરોનોટિક્સ પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે.

2026-07-01 11:25:11

સવારે 8 થી 10માં  23 તાલુકા વરસાદમાં ભીંજાયા

સવારે 8 થી 10માં રાજ્યના 23 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જોકે એકપણ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો નહોતો.સંખેડામાં સૌથી વધુ 0.94 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

2026-07-01 09:48:00

ભરૂચમાં નિર્માણાધીન શોપિંગ મોલની સાઈટ પર દુર્ઘટના

ભરૂચના આલી માતરિયા તળાવ વિસ્તાર નજીક નિર્માણાધીન વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ મોલની સાઇટ પર દુર્ઘટના સર્જાઈ છે. કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થઈ બાજુમાં આવેલા એક મકાન પર પડતા પિતા-પુત્રના મોત થયા છે. જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા છે.

2026-07-01 09:05:02

વેનેઝુએલા ભૂકંપનો મૃત્યુઆંક  1900ને પાર

વેનેઝુએલામાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1,943 પર પહોંચ્યો છે. 10,000થી વધુ લોકો ઘાયલ થયા છે. ઉપરાંત અનેક લોકો હજુ પણ લાપતા છે.

2026-07-01 07:38:37

ગુજરાતના 75 તાલુકામાં  વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર મુજબ, આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં રાજ્યના 75 તાલુકામાં વરસાદ નોંધાયો છે. નવસારીમાં સૌથી વધુ 4.54 ઇંચ, જલાલપોરમાં 3.50 ઇંચ, કામરેજમાં 3.46 ઇંચ, સાવરકુંડલામાં 3.11 ઇંચ, વલસાડમાં 3.03 ઇંચ વરસાદ નોંધાયો હતો.