Sun Apr 12 2026

Logo

ઐશ્વર્યા રાયથી લઈને દીપિકા પાદુકોણ સુધી; બોલિવૂડની આ હસીનાઓ સંપત્તિની બાબતમાં પતિ કરતાં છે ઘણી આગળ, જુઓ લિસ્ટ...

2026-03-09 18:27:45
Author: Darshana Visaria
Article Image

બી-ટાઉનમાં એવી અનેક એક્ટ્રેસ છે કે જેઓ માત્ર પોતાની સુંદરતાની જોરે જ નહીં પણ એક્ટિંગના દમ પર, પ્રોપર્ટી અને કમાણીના મામલામાં પણ પોતાના પાર્ટનર કે પતિઓથી આગળ છે. બોલીવૂડની આ બ્યુટીફૂલ 'પાવર વુમન' સાબિત કરી આપે છે કે સફળતામાં સ્ત્રીઓ કોઈથી પણ બિલકુલ પાછળ નથી. ચાલો જોઈએ કઈ છે ઈન્ડસ્ટ્રીની મોસ્ટ પાવરફૂલ અને દમદાર બોલીવૂડ એક્ટ્રેસ... 

ફિલ્મ ઈન્ડસ્ટ્રીની વાત કરીએ તો ઈન્ડસ્ટ્રીમાં દીપિકા પદુકોણ અને ઐશ્વર્યા રાય-બચ્ચનથી લઈને આલિયા ભટ્ટ સુધી અનેક એવી અનેક એક્ટ્રેસ છે કે જેમણે પોતાની મહેનત, પ્રતિભા અને એક્ટિંહગના દમ પર ઈન્ડસ્ટ્રીમાં અલગ ઓળખ ઊભી કરી છે. ગ્લેમર વર્લ્ડમાં સમાનતાની વાતો વચ્ચે આ અભિનેત્રીઓએ પોતાની મહેનતથી કરોડોનું સામ્રાજ્ય ઊભું કર્યું છે. 

ઐશ્વર્યા રાય બચ્ચન
બચ્ચન પરિવારની બહુરાની અને બ્યુટીફૂલ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચનની ગણતરી દુનિયાની સૌથી સુંદર અને ધનવાન મહિલાઓમાં કરવામાં આવે છે. રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર, ઐશ્વર્યાની કુલ સંપત્તિ તેના પતિ અભિષેક બચ્ચન કરતાં વધુ છે. ફિલ્મો ઉપરાંત બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા તે તગડી કમાણી કરે છે. વાત કરીએ ઐશ્વર્યાની નેટવર્થ વિશે તો તેની નેટવર્થ 900 કરોડ રૂપિયા છે, જ્યારે અભિષેક બચ્ચનની નેટવર્થ આશરે 280 કરોડ રૂપિયા છે. 

દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણ અત્યારે બોલિવૂડની સૌથી મોંઘી અભિનેત્રીઓમાંની એક છે. તેની પોતાની સ્કીનકેર બ્રાન્ડ '82°E' અને અનેક સ્ટાર્ટઅપ્સમાં રોકાણ હોવાને કારણે તેની નેટવર્થ પતિ રણવીર સિંહ કરતા વધારે હોવાનું મનાય છે. દીપિકાની નેટવર્થ 500 કરોડ રૂપિયા છે, જ્યારે રણવીર સિંહની નેટવર્થ 400 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. 

કેટરીના કૈફ
કેટરીના કૈફ હાલમાં મધરહૂડ એન્જોય કરી રહી છે. જોકે, કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્ન બાદ તેમની સંપત્તિની અવારનવાર ચર્ચા થાય છે. કેટરીનાની બ્યુટી બ્રાન્ડ 'Kay Beauty' ની જબરદસ્ત સફળતાને કારણે તેની કુલ સંપત્તિ વિકી કૌશલ કરતા ઘણી વધારે છે. કેટરિના કૈફની નેટવર્થ 224 કરોડ રૂપિયાથી 263 કરોડ રૂપિયાની વચ્ચે હોવાનું કહેવાઈ રહ્યું છે. જેની સામે વિકી કૌશલની નેટવર્થની તો તેની નેટવર્થ 41 કરોડ રૂપિયા છે. 

આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ માત્ર નાની ઉંમરે સુપરસ્ટાર જ નથી બની, પણ તે એક સ્માર્ટ બિઝનેસમેન પણ છે. તેની ક્લોથિંગ બ્રાન્ડ 'Ed-a-Mamma' અને પ્રોડક્શન હાઉસ 'Eternal Sunshine'ને કારણે આલિયાની સંપત્તિ રણબીર કપૂરને જોરદાર ટક્કર આપે છે. આલિયા ભટ્ટની નેટવર્થ 550 કરોડ રૂપિયા છે, જેની સામે રણબીર કપૂરની નેટવર્થ 345 કરોડ રૂપિયા છે.

સોનાક્ષી સિંહા
દબંગ ગર્લ એટલે કે સોનાક્ષી સિંહાની નેટવર્થ પણ તેના પતિ ઈકબાલ ઝહીર કરતાં પણ વધારે છે. તાજેતરમાં જ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરનાર સોનાક્ષી સિંહા પણ આ યાદીમાં સામેલ છે. વર્ષોથી ફિલ્મોમાં સક્રિય રહેલી સોનાક્ષીની નેટવર્થ તેના પતિ ઝહીર ઈકબાલ કરતાં ઘણી વધારે છે. સોનાક્ષીની નેટવર્થ 100 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે જ્યારે ઝહીર ઈકબાલની નેટવર્થ એકથી બે કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.