નવી દિલ્હી : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. જેના પગલે ભાજપ મતદાનના પ્રથમ તબક્કા માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. પાર્ટીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને સ્ટાર પ્રચારકોની આ યાદી સુપરત કરી છે. આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને પાર્ટીના અનેક અગ્રણી નેતાઓ અને ફિલ્મ સ્ટાર્સના નામ સામેલ છે.
નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ સ્ટાર પ્રચારક
ભાજપે જાહેર કરેલા સ્ટાર પ્રચારકોની સંપૂર્ણ યાદી પર નજર કરીએ તો, નરેન્દ્ર મોદી, નીતિન નબીન, રાજનાથ સિંહ,અમિત શાહ, નીતિન ગડકરી,જેપી નડ્ડા
ધર્મેન્દ્ર પ્રધાન, મિથુન ચક્રવર્તી, લીડર એડ્રિયન પેસ, હિમંતા બિસ્વા સરમા, યોગી આદિત્યનાથ, રેખા ગુપ્તા, દેવેન્દ્ર ફડણવીસ, મોહન ચરણ માઝી, માણિક સાહા, શિવરાજ સિંહ ચૌહાણ, અશ્વિની વૈષ્ણવ, સ્મૃતિ ઈરાની, હેમા માલિની, કંગના રનૌતના નામ છે.
અર્જુન મુંડા અને બાબુલાલ મરાંડીના નામનો સમાવેશ
આ ઉપરાંત અનુરાગ ઠાકુર, અન્નપૂર્ણા દેવી, અર્જુન મુંડા, બાબુલાલ મરાંડી, સમ્રાટ ચૌધરી, મનોજ તિવારી, ભૂપેન્દ્ર યાદવ, સુનીલ બંસલ, બિપ્લબ કુમાર દેબ, મંગલ પાંડે,અમિત માલવિયા, સમિક ભટ્ટાચાર્ય, સુવેન્દુ અધિકારી, દિલીપ ઘોષ, ડૉ.સુકાંત મજમુદાર, શાંતનુ ઠાકુર, રાજુ બિસ્તા, ડો.જયંત કુમાર રોય, મનોજ ટિ ગ્ગા અને બિજન ગોસ્વામીના નામનો સમાવેશ થાય છે.
294 વિધાનસભા બેઠકો માટે બે તબક્કામાં મતદાન
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં 294 વિધાનસભા બેઠકો માટે મતદાન બે તબક્કામાં યોજાશે. મતદાનનો પ્રથમ તબક્કો 23 એપ્રિલે અને બીજો તબક્કો 29 એપ્રિલે થશે. બધી બેઠકો માટે મતગણતરી 4 મેના રોજ થશે. રાજ્યમાં આશરે 6.45 કરોડ નોંધાયેલા મતદારો છે, જેમના માટે 80,719 થી વધુ મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે. ચૂંટણીની જાહેરાત સાથે, સમગ્ર રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.