Fri Sep 11 2026

Logo

ભાજપે ગુજરાત સહિત પાંચ રાજ્યની રાજયસભા ચૂંટણી માટે 11 ઉમેદવારના નામ જાહેર કર્યા

2026-06-04 19:47:29
Author: Chandrakant Kanoja
ભાજપે ગુજરાત સહિત પાંચ રાજ્યની રાજયસભા ચૂંટણી માટે 11 ઉમેદવારના નામ જાહેર કર્યા

ChatGTP Ai Generated Image


ભાજપે રાજયસભા ચૂંટણી માટે 11 બેઠકો માટે ઉમેદવારના નામની જાહેરાત કરી છે. જેમાં 5 રાજ્યો અરુણાચલ પ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ, મણિપુર, રાજસ્થાન અને ઓડિશાની બેઠકનો સમાવેશ થાય છે. આ યાદીના ગુજરાતમાંથી ચાર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી  છે. ભાજપની આ યાદીમાં તરુણ ચુગ અને સતીશ પુનિયા જેવા વરિષ્ઠ નેતાઓના નામ સામેલ છે. 

ગુજરાતમાંથી  ચાર ઉમેદવારના નામની જાહેરાત 

ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ વિવિધ પ્રદેશોમાં યોજાનારી રાજ્યસભા ચૂંટણી અને ઓડિશા પેટાચૂંટણી માટે નામોને મંજૂરી આપી દીધી છે. જેમાં તાઈ ટાગકને અરુણાચલ પ્રદેશથી, રાજુભાઈ શુક્લા, મુકેશભાઈ રાઠવા અને માનસિંહ પરમાર અને જીતેન્દ્ર મેઘજીભાઈ કણઝરિયાના  ગુજરાતથી પાર્ટીના ઉમેદવાર રહેશે. 

મધ્યપ્રદેશથી તરુણ ચુગ  અને રજનીશ અગ્રવાલ

જ્યારે  મધ્યપ્રદેશથી તરુણ ચુગ  અને રજનીશ અગ્રવાલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે  મણિપુરથી એ. શારદા દેવી ને ઉમેદવાર બનાવાયા છે. તેમજ અલ્કા ગુર્જર અને સતીશ પુનિયાને રાજસ્થાનથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. વર્ષ 2026 ની પેટાચૂંટણી માટે ઓડિશાથી દેબાશીષ સામંતરાયના નામની જાહેરાત કરી છે.  

18 જૂને સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન 

ચૂંટણી પંચે  27 રાજ્યસભા બેઠકો અને ત્રણ રાજ્ય વિધાન પરિષદોની ચૂંટણી માટે સમયપત્રક જાહેર કર્યું છે. સોમવારે જાહેર કરાયેલા સમયપત્રક મુજબ આ ચૂંટણીઓ 18 જૂને યોજાશે. ચૂંટણીઓ માટે મતદાન 18 જૂને સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી યોજાશે. મતગણતરી તે જ દિવસે સાંજે 5 વાગ્યાથી શરૂ થશે.

10 રાજ્યોમાં 24  રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી યોજાશે

10 રાજ્યોમાં 24  રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ઓડિશામાં રાજ્યસભા બેઠકો માટે પેટાચૂંટણીઓ યોજાશે. જ્યારે બિહારમાં રાજ્ય વિધાન પરિષદની નવ બેઠકો માટે પણ ચૂંટણી યોજાશે અને એક બેઠક માટે પેટાચૂંટણીઓ યોજાશે.