Fri Apr 17 2026

Logo

બિહારની નવી સરકારમાં વિભાગોની ફાળવણી, સીએમ સમ્રાટ ચૌધરી પાસે 29 વિભાગ રહેશે

2026-04-15 19:36:38
Author: Chandrakant Kanojia
Article Image

પટના : બિહારના મુખ્યમંત્રી તરીકે ભાજપના સમ્રાટ ચૌધરીએ આજે શપથ લીધા હતા. તેમની સાથે બે નાયબ મુખ્યમંત્રી તરીકે વિજય ચૌધરી અને વિજેન્દ્ર પ્રસાદ યાદવે પણ શપથ લીધા હતા. જેની બાદ આજે તેમના વિભાગોની ફાળવણી પણ કરવામાં આવી છે.જેમાં મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી 29 વિભાગ, નાયબ મુખ્યમંત્રી વિજય ચૌધરી 10 વિભાગ તેમજ વિજેન્દ્ર પ્રસાદ યાદવને 8 વિભાગો ફાળવવામાં આવ્યા છે. 

સીએમ સમ્રાટ ચૌધરી પાસે ગૃહ, સામાન્ય વહીવટ અને બાંધકામ વિભાગ 

બિહાર સરકાર દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં આ માહિતી આપવામાં આવી છે. સીએમ સમ્રાટ ચૌધરીને  29 વિભાગો ફાળવવામાં આવ્યા છે. તેમની પાસે ગૃહ વિભાગ, સામાન્ય વહીવટ વિભાગ, આરોગ્ય, કેબિનેટ સચિવાલય વિભાગ, ચૂંટણી વિભાગ, કૃષિ, માર્ગ બાંધકામ અને દેખરેખ વિભાગ  છે.

નાયબ મુખ્યમંત્રી વિજય ચૌધરીને 10 અને વિજેન્દ્ર યાદવને 8 વિભાગ ફાળવાયા 

આ ઉપરાંત  નાયબ મુખ્યમંત્રી વિજય ચૌધરી પાસે માહિતી અને જનસંપર્ક, જળ સંસાધન, સંસદીય બાબતો અને મકાન બાંધકામ સહિત 10 વિભાગો છે. જ્યારે બીજા  નાયબ મુખ્યમંત્રી વિજેન્દ્ર યાદવ પાસે ઊર્જા અને આયોજન અને વિકાસ સહિત 8 વિભાગો છે. 

સમ્રાટ ચૌધરી બિહારના 24મા મુખ્યમંત્રી બન્યા

ઉલ્લેખનીય છે કે સમ્રાટ ચૌધરી બિહારના 24મા મુખ્યમંત્રી બન્યા છે. આ પૂર્વે  નીતિશ કુમારે 20 વર્ષ સુધી બિહારના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. સૌથી લાંબા સમય સુધી બિહારના મુખ્યમંત્રી પદ પર રહ્યા બાદ નીતિશ કુમારે મંગળવારે પદ પરથી રાજીનામું આપ્યું હતું, હવે તેઓ રાજ્યસભાના સભ્ય છે.

નીતિશ કુમારે નવી સરકારને શુભેચ્છા પાઠવી
 
નીતિશ કુમારે X પર પોસ્ટ કરી નવી સરકારને શુભેચ્છા પાઠવી, તેમણે લખ્યું, "હવે નવી સરકાર બિહારમાં કામ સંભાળશે. નવી સરકારને મારો સંપૂર્ણ સહયોગ અને માર્ગદર્શન મળશે." 

ચૌધરીએ X પર એક પોસ્ટમાં પાર્ટી નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો અને આ ભૂમિકાને બિહારના લોકોની સેવા કરવાની "પવિત્ર તક" ગણાવી.