Mon May 11 2026

Logo

‘ભૂત બંગલા’ માટે કોણે કેટલા રૂપિયા લીધા? અક્ષય કુમારની ફી સૌથી વધારે

2026-04-16 14:00:00
Author: Vimal Prajapati
Article Image

મુંબઈઃ અક્ષય કુમારની ફિલ્મ ‘ભૂત બંગલા’ હવે રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મમાં અનેક સ્ટારકાસ્ટ એકસાથે જોવા મળશે. પરંતુ શું તમને ખબર છે કે, કોને કેટલા રૂપિયા આપવામાં આવ્યાં છે? ફિલ્મ માટે સ્ટારકાસ્ટ પર કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે?? ચાલો ફિલ્મનો ખર્ચ અને સ્ટારકાસ્ટને આપવામાં આવેલી ફી અંગે વિગતે ચર્ચા કરીએ...

આ ફિલ્મ માટે અક્ષય કુમારે 18 કરોડ રૂપિયા લીધા

આ ફિલ્મમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આ ફિલ્મ માટે અક્ષય કુમારે 18 કરોડ રૂપિયા જેટલી ફી લીધી છે. આ સાથે અક્ષય કુમાર ભૂત બંગલા ફિલ્મનો સહ-નિર્માતા પણ છે. તેથી, તેને ફિલ્મના નફાનો 70% હિસ્સો મળશે. આ ફિલ્મમાં બીજા નિર્માતાની વાત કરવામાં આવે તો, 30 ટકા ભાગ એક્તા કપૂરનો છે. 

તબ્બુએ ‘ભૂત બંગલા’ માટે 2 કરોડ રૂપિયા લીધા 

અન્ય કલાકારોની વાત કરવામાં આવે તો, તબ્બુ પણ આ ફિલ્મમાં મોટી ભુમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં કામ કરવા માટે તબ્બુએ 2 કરોડ રૂપિયા લીધા છે. આ સાથે વામિકા ગબ્બી પણ ભૂત બંગલામાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. વામિકા ગબ્બીએ આ ફિલ્મ માટે 1 કરોડ રૂપિયા ફી લીધી છે. લોકપ્રિય કોમેડિયનની રાજપાલ યાદવની વાત કરવામાં આવે તો, આ ફિલ્મ માટે રાજપાલ યાદવે 75થી 80 લાખ રૂપિયા ફી લીધી છે.

120 કરોડમાં તૈયાર કરવામાં આવી ‘ભૂત બંગલા’ ફિલ્મ

આ ફિલ્મમાં જોવા મળતા બાકીની કલાકારો અંગે ખાસ કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી. એટલે અન્ય કલાકારોએ કેટલી રૂપિયા ફી લીધી છે તે અંગે કોઈ નિશ્ચિત રિપોર્ટ જાહેર કરવામાં આવી નથી. ભૂત બંગલા ફિલ્મના બજેટની વાત કરવામાં આવે તો, 120 કરોડમાં આ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. હવે આ ફિલ્મ કેટલી કમાણી કરશે તેના પર સૌની નજર રહેવાની છે.